________________
પ્રવચન ૩
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મીબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં વિશદ માર્ગદર્શન આપ્યું છે. તેમણે એક એક વાત એટલી ઉપયોગી અને હિતકારી બતાવી છે કે જો મનુષ્ય એ રીતે જીવન બનાવે તો તેની ભવ્ય ઉન્નતિ થઈ જાય. આનંદ અને પ્રસન્નતાથી જીવન ભરાઈ જાય.
આપણી વાત ચાલે છે ગુણવૃદ્ધિની ! શ્રાવક ગુણવૃદ્ધિ કરતો રહે, તેનું લક્ષ્ય બનવું જોઈએ ગુણવૃદ્ધિ કરવાનું. એક રહસ્યપૂર્ણ વાત સમજવી કે જેમ જેમ જીવાત્મા ગુણવૃદ્ધિ કરતો જશે, તેમ તેમ તે પરમ આત્મશુદ્ધિની દિશામાં આગળ વધતો જશે. પરમ આત્મશુદ્ધિનો અર્થ છે અનંત ગુણોનું પ્રગટીકરણ. દોષ નષ્ટ થઈ જાય છે અને ગુણોની વૃદ્ધિ થતી જાય છે. ક્રમશઃ સર્વ દોષોનો ક્ષય થઈ જાય છે અને અનંત ગુણ પ્રગટ થઈ જાય છે. આ જ તો મોક્ષ છે ! મુક્તિ છે !
ગ્રંથકાર આચાર્યદેવે ‘ગુણવૃદ્ધિ' કરવાનું કર્તવ્ય જણાવ્યું છે. એમાં સર્વ ગુણોના આધારભૂત ‘સમ્યગ્દર્શન'નો ગુણ બતાવ્યો છે. એ ગુણને પુષ્ટ કરવાની, દૃઢ કરવાની પ્રેરણા આપી છે. પુષ્ટીકરણના ઉપાયો પણ બતાવ્યા છે. ‘દર્શન-પ્રતિમા’ની આરાધનાને શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો છે. કાલે મેં તમને ‘દર્શન-પ્રતિમા’ વિષે જણાવ્યું હતું; આજે હું પાંચ લોકોત્તર ગુણ બતાવવા ઇચ્છું છું. આ ગુણોથી મનુષ્યનું જીવન ઉન્નત તો બને જ છે, દુનિયા માટે પણ આદર્શભૂત બને છે. કેટલાક મહાનુભાવોમાં આ ગુણ સહજ રૂપે દેખાય છે, એ પૂર્વજન્મની આરાધનાનું ફળ હોય છે. લોકોત્તર પાંચ ગુણ :
આ જ ગ્રંથકાર આચાર્યદેવ ‘લલિતવિસ્તરા' અને ષોડશક' માં સમ્યક્ત્વને પુષ્ટ કરનારા પાંચ ગુણ બતાવ્યા છે ઃ ૧. ઔદાર્ય, ૨. દાક્ષિણ્ય, ૩. પાપજુગુપ્સા, ૪. નિર્મળ બોધ અને ૫. જનપ્રિયતા.
જે રીતે મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમથી ‘સમ્યગ્દર્શન’ ગુણ પ્રગટ થાય છે, એ રીતે કષાયમોહનીય કર્મના ક્ષયોપશમથી ઔદાર્ય આદિ ગુણો પ્રગટ થાય છે. જેમ જેમ ક્ષયોપશમની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ ઔદાર્યાદિ ગુણોનો અમૃતાસ્વાદ વધતો જાય છે. અને અમૃત-ગુણોનું અમૃત વિષયાભિલાષાના ઝેરને
મારી નાખે છે.
વિષયોની અભિલાષા ઝેર છે. શું તમે માનો છો ? તો પછી ઝેરની અભિલાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org