________________
es
રડતાં દાન આપશે તો જ ગ્રહણ કરીશ.
આ ચારે પ્રકારોમાં સર્વ પ્રકારના અભિગ્રહો સમાવિષ્ટ થાય છે.
જિનકલ્પ’ની પૂર્વભૂમિકા ઃ
શ્રાવકની જ્યારે આંતરિક વિશુદ્ધ ભાવના વૃદ્ધિ પામે છે ત્યારે તે સાદું જીવન જીવવાની ભાવના ભાવે છે. સાધુજીવનની ઉચ્ચ-ઉચ્ચતર ભૂમિકાઓનું જ્ઞાન પામે છે. એના ચિત્તમાં એવા મનોરથ પેદા થાય છે કે ‘હું સાધુ બનીને ક્રમશઃ વિશુદ્ધ, વિશુદ્ધતર શ્રમણ જીવન - સાધુધર્મનું પાલન કરીશ.’
શ્રાવક જીવન ઃ ભાગ ૪
સાધુજીવન બે પ્રકારનું બતાવવામાં આવ્યું છે - સ્થવિરકલ્પનું અને જિનકલ્પનું. બંને પ્રકારના સાધુજીવનના પાલનથી મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. બંને પ્રકારના સાધુધર્મમાં એક જ અન્તર છે. જિનકલ્પનો સાધુધર્મ માત્ર ઉત્સર્ગ માર્ગનું અવલંબન લે છે, જ્યારે સ્થવિરકલ્પનો સાધુધર્મ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ - બંનેનું અવલંબન લે છે, અર્થાત્ જિનકલ્પી મુનિ અપવાદમાર્ગનું અનુસરણ નથી કરતા. સ્થવિરકલ્પી મુનિ કરે છે. તાત્પર્ય એ છે કે મોક્ષમાર્ગની આરાધના માટે મુખ્યરૂપે આ બે પ્રકારનાં જ જીવન છે.
વર્તમાનકાળમાં જિનકલ્પનું જીવન જીવવું અસંભવ છે; એવું જીવન જીવવા માટે જેવાં શરીરબળ અને મનોબળ જોઈએ, એવાં વર્તમાનકાળમાં હોતાં જ નથી. છતાં પણ જિનકલ્પની પૂર્વભૂમિકાનું પાલન કરવા ઇચ્છો, તો આંશિક રૂપમાં કરી શકો છો. પૂર્વભૂમિકામાં પાંચ પ્રકારની આરાધના અપ્રમત્તભાવે કરવાની હોય છે. ૧. તપોભાવના
૨. સત્ત્વભાવના
૩. સૂત્રભાવના
૪. એકત્વભાવના
૫. બલભાવના
શ્રાવક આ આરાધનાના મનોરથ કરી શકે છે. હોવો જોઈએ આ ઉત્કૃષ્ટ સાધુ જીવનનો અનુરાગ. અનુરાગ મનોરથ કરાવશે જ.
૧. પ્રથમ છે તપભાવના :
જે તપનો મેં સ્વીકાર કર્યો હશે, તે તપ જ્યાં સુધી સ્વભાવભૂત નહીં થાય ત્યાં સુધી એ તપનો અભ્યાસ કરતો જ રહીશ.
જે જે ધર્માનુષ્ઠાનો મારે મુનિ જીવનમાં કરવાનાં હશે, એ ધર્માનુષ્ઠાનોમાં હાનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org