________________
પ્રવચન ૮૦
ત્રણ ગુપ્તિઓ :
મન-વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓનો ત્યાગ અને શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તન કરવું તેને “ગુપ્તિ' કહે છે. ગુપ્તિના ત્રણ પ્રકારો છે: મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. – જેનાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય તેવી કલ્પનાઓ નહીં કરું. એવી
ધારણાઓ પણ કરીશ નહીં. - શાસ્ત્રાનુસારી, પરલોકહિતકારી એવું ધ્યાન વધતું રહે એ રીતે મનની સંતુલિત - વૃત્તિ ટકાવી રાખીશ. - મુખ, આંખો અને ભૃકુટીના વિકાર નહીં કરું. આંગળીઓ નહીં હલાવું, મુખ ચડાવવું, હૂ હૂં...અવાજ કરવો, કાંકરા ફેંકવા...વગેરે ચેષ્ટાઓનો ત્યાગ
કરીશ....મૌન રહીશ. - બોલતી વખતે મુહપાત્તનો ઉપયોગ કરીશ. – આગમાનુસારી પ્રવૃત્તિ સિવાય બાકીની સર્વ પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ.
ઉપસર્ગ અને પરીસહના સમયે કાયોત્સર્ગ ધ્યાનથી વિચલિત નહીં થાઉં. - તત્ત્વમાં સંદેહ થતાં જયણાપૂર્વક અને વિનયપૂર્વક ગુરુને પૂછવા જઈશ. ઉપયોગપૂર્વક જમીન તેમજ સંથારાની પ્રતિલેખના કરીશ. આગમની આજ્ઞા
અનુસાર જ તમામ ક્રિયાઓ કરીશ. અભિગ્રહ ઃ
શ્રમણ ધર્મની ઉત્કૃષ્ટ આરાધનામાં “અભિગ્રહનું વિશિષ્ટ મહત્ત્વ છે. અભિગ્રહ એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા. મુખ્યરૂપે અભિગ્રહ ચાર પ્રકારના હોય છે ઃ ૧. દ્રવ્ય અભિગ્રહ, ૨. ક્ષેત્ર અભિગ્રહ, ૩. કાલ અભિગ્રહ, અને ૪. ભાવ અભિગ્રહ. ૧. જેમ કે : ‘જો અડદના બાકળા (સૂકવેલા અડદના દાણા) સૂપડામાં મળશે - તો જ લઈશ. ૨. જેમ કે : “બેડીઓમાં બંધાયેલી, જેનો એક પગ ઊંબરની બહાર અને એક
પગ ઊંબરની અંદર હોય એવી રીતે ભિક્ષા આપનાર સ્ત્રી ભિક્ષા આપશે
તો લઈશ.” ૩. કાલ અભિગ્રહમાં - દિવસનો બીજો પ્રહર વીત્યા પછી જ ભિક્ષા લેવા જઈશ.
ત્યારે ભિક્ષા મળશે તો લઈશ.” ૪. ભાવ અભિગ્રહ. ભિક્ષા આપનારી સ્ત્રી મુંડિત મસ્તકવાળી હશે, અને રડતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org