________________
પ્રવચન ૮૦
૯૩
૨. પાપયુક્ત ભાષા નહીં બોલું, સાચું બોલીશ, અપ્રિય ભાષાનો પ્રયોગ કરીશ નહીં. સર્વ જીવો માટે હિતકારી તેમજ અસંદિગ્ધ ભાષાનો પ્રયોગ કરીશ.
૩. હું નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરીશ. સાધુજીવનમાં ઉપયોગી ઉપકરણ, ઉપાશ્રય, પાટ-પાટલાઓ વગેરેની નિર્દોષ ગવેષણા કરીશ.
૪. આસન, વસ્ત્ર, પાત્ર, દંડ ઇત્યાદિ બરાબર જોઈને રાખીશ અને ઉપયોગમાં લઈશ. સૂક્ષ્મ જીવોની વિરાધના ન થાય એ રીતે આસનાદિ લેવાં, મૂકવાં વગેરે ક્રિયાઓ કરીશ.
પ. મળ, મૂત્ર, શ્લેષ્મ, અનુપયોગી અન્ન-પાન વગેરેનો ત્યાગ નિર્જીવ ભૂમિ પર....સાવધાનીપૂર્વક કરીશ.
બાર ભાવનાઓ :
હું શ્રમણ બનીને ૧૨ ભાવનાઓનું મનન-ચિંતન કરીશ.
૧. હું અનિત્ય ભાવનાનું ચિંતન કરીશ. પ્રિયજનોનો સંયોગ, સહવાસ, સુખસંપત્તિ, આરોગ્ય, યૌવન, શરીર અને જીવન - આ બધું જ અનિત્ય છે.
૨. હું અશરણ ભાવનાનું ચિંતન કરીશ. જન્મ, જરા અને મૃત્યુથી ત્રસ્ત વ્યાધિ તેમજ વેદનાથી ભરપૂર આ સંસારમાં જિનવચન સિવાય અન્ય કોઈ શરણભૂત
નથી.
૩. હું એકત્વ ભાવનાનું ચિંતન કરીશ. જીવ એકલો જન્મ લે છે અને એકલો જ મરે છે. એકલો જ વેદના-કષ્ટ સહન કરે છે.....તો આત્મહિત પણ એકલાએ જ સાધવું જોઈએ.
૪. હું અન્યત્વ ભાવનાનું ચિંતન કરીશ. ‘હું સ્વજનોથી, પરિજનોથી વૈભવસંપત્તિથી અને મારા આ શરીરથી પણ જુદો છું - અલગ છું. એવી નિશ્ચિત ધારણા બનાવી દઈશ. એથી મારું મન કદીય શોકાકુલ નહીં બને.’
૫. હું અશુચિ ભાવનાનું ચિંતન કરીશ. શરીરનો રાગ તોડવા માટે હું શરીરની અપવિત્રતા, ગંદકી...ભીતરની રચનાની બાબતમાં વિચાર કરીશ, શરીરની અંદર નરી ગંદકી જ ભરી છે. તો પછી શરીર ઉપર રાગ શું કરવો ? ૬. હું સંસાર ભાવનાનું ચિંતન કરીશ. મા મરીને બેટી, બહેન યા પત્ની પણ થઈ શકે છે. બેટો મરીને બાપ બની શકે છે. દોસ્ત દુશ્મન પણ થઈ શકે છે. સંસારના તમામ સંબંધો વિચિત્ર છે.
૭. હું આશ્રવ ભાવનાનું ચિંતન કરીશ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ તેમજ પ્રમાદ એ આશ્રવ-દ્વાર છે. એમાંથી કર્મોનો પ્રવાહ વહીને આત્મામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org