________________
શ્રાવક જીવનઃ ભાગ ૪ કરીશ. ૩. હું ચારિત્રાચારનું સમ્યક્ પાલન કરીશ. ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, નિક્ષેપણાસમિતિ અને પારિષ્ઠાપતિકા સમિતિનું હું સમ્યફ પાલન કરીશ.
૪. હું તપાચારનું સમ્યફ પાલન કરીશ. – અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયાક્લેશ અને સંલીનતા - આ છે
બાહ્ય તપોનું હું સમ્યફ પાલન કરીશ. - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય અને ધ્યાન - આ જુદા જુદા પ્રકારના આત્યંતર તપથી મારા આત્માને વિશુદ્ધ કરીશ. પ. હું વયાિરનું સમ્યફ પાલન કરીશ.
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચારમાં મન-વચન-કાયાનું વીર્ય ફોરવીને, હું સંયમધર્મનો સુંદર પુરુષાર્થ કરીશ.
આ રીતે પંચાચારનું નિર્મળરૂપથી પાલન કરવાથી આત્મા મોક્ષમાર્ગ પર પ્રગતિ કરે છે અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. કરણ સપ્તતિ : – હું “કરણ સપ્તતિનું પણ સમ્યફ પાલન કરીશ.
જેનું આચરણ દરરોજ કરવાનું હોય છે તેને ‘ચરણ' કહેવાય છે, જેનું આચરણ પ્રયોજન આવતાં કરવું પડે છે તેને કરણ” કહે છે. જેમ કે પિંડવિશુદ્ધિ.ગોચરી આદિ ગ્રહણ કરતી વખતે જ પિંડવિશુદ્ધિનો ઉપયોગ રાખવો પડે છે, બાકીના સમયમાં નહીં. મોક્ષાર્થી મુનિને માટે કરવાયોગ્ય કર્તવ્યોને કરણ' કહે છે. કરણના પણ ૭૦ પ્રકારો બતાવ્યા છે. આ કરણ સપ્તતિનું પાલન ચરણ સપ્તતિનું પાલન કરવામાં સહાયક થાય છે.
હવે હું કિરણ સપ્તતિ'ની વાતો જણાવીશ. - સર્વ પ્રથમ છે પિંડવિશુદ્ધિ. હું ૪૨ દોષરહિત આહાર-પાણી, મકાન, વસ્ત્ર અને પાત્ર ગ્રહણ કરીશ.” હું પાંચ સમિતિનું પાલન કરીશ ? ૧. હું ત્રસ અને સ્થાવર જીવોને અભયદાન દેવાની ભાવનાને દ્ધયમાં રાખીને નીચે
જોઈને ચાલીશ. કોઈ પણ જીવની હિંસા ન થાય, કોઈ જીવ પગ નીચે કચડાઈ ન જાય એની સાવધાની રાખતો ચાલીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org