________________
૯૦
પ્રાપ્ત કરીને મનમાં ઊઠેલા ક્ષોભ છે. પરીષહ ૨૨ પ્રકારના હોય છે ઃ ૧. હું ભૂખને સમતાપૂર્વક-સમતાભાવથી સહન કરીશ. ૨. હું તરસને પણ સમભાવથી સહન કરીશ. ૩. હું શરદી લાગતાં સહન કરીશ. ૪. હું ગરમીને સમભાવથી સહન કરીશ.
પ. હું મચ્છર આદિના ઉપદ્રવો સહન કરીશ. ૬. હું જીર્ણ વસ્ત્ર પહેરીશ.
૭. હું સંયમ-ધર્મમાં અડિંચ નહીં થવા દઉં.
૮. સ્ત્રીદર્શન થતાં હું મનમાં વિકાર ઉત્પન્ન નહીં થવા દઉં.
૯. હું ઉગ્ર વિહાર કરતો રહીશ.
૧૦. હું એકાન્ત સ્થાનમાં રહીશ.
૧૧. ઊંચીનીચી જમીન ઉપર સમતાપૂર્વક રહીશ.
૧૨. કોઈ મારા પ્રત્યે ક્રોધ કરશે, તિરસ્કાર ક૨શે તેને હું સહી લઈશ.
૧૩. કોઈ મારા ઉપર પ્રહાર કરશે તેને સહન કરી લઈશ.
૧૪. હું ભિક્ષા માગવામાં સંકોચ નહીં અનુભવું.
૧૫. ઇચ્છિત વસ્તુ ન મળતાં હું નિરાશ નહીં થાઉં.
૧૬. રોગ ઉત્પન્ન થતાં સમતાપૂર્વક સહન કરીશ.
૧૭. શરીરને ઘાસ વગેરેનો કર્કશ સ્પર્શ થતાં તેને સહન કરી લઈશ.
૧૮. શરીર ઉપર મેલ જામતાં હું ઉદ્વિગ્ન નહીં થાઉં.
૧૯. માન-સન્માન મળતાં સમભાવ રાખીશ.
શ્રાવક જીવન : ભાગ ૪
૨૦. બુદ્ધિનો ગર્વ નહીં કરું.
૨૧. પ્રયત્ન કરવા છતાં પણ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય તો નિરાશ નહીં થાઉં, ૨૨. જિનવચનોમાં શંકા-સંદેહ થવા નહીં દઉં.
હું આ પરીષહોમાં વિચલિત નહીં થઈ જાઉં. પરીષહોને સમ્યગ્ ભાવથી સહન કરીશ. એનાથી મોક્ષમાર્ગમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે, અને કર્મોની નિર્જરા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org