________________
પ્રવચન ૮૦
૮૯ ૭. સાતમી સામાચારી છે પ્રતિપૃચ્છા ઃ
પહેલાં કોઈ કામ માટે ગુરુદેવે મના કરી હોય પરંતુ વર્તમાનમાં એ કામ ઉપસ્થિત થતાં ફરીથી ગુરુદેવને પૂછવું કે “ભગવન્! પહેલાં આપે આ કામ કરવા મના કરી હતી પરંતુ હવે એનું પ્રયોજન છે, જો આપની આજ્ઞા હોય તો હું એ કામ કરું? ગુરુદેવ જેમ કહેશે તેમ કરીશ.
પ્રતિપૃચ્છાનો બીજો અર્થ એ છે કે કોઈ કામ માટે ગુરુદેવે અનુમતિ આપી દીધી હોય તો પણ એ કાર્ય શરૂ કરતી વખતે પુનઃ ગુરુદેવને પૂછવું જોઈએ. ૮, આઠમી સામાચારી છે છંદણા :
હું ભિક્ષા લાવીને મારા સહવર્તી સાધુને પૂછીશ કે હું ગોચરી લઈને આવ્યો છું. જેમને જે જરૂરી હોય તે ઇચ્છા અનુસાર ગ્રહણ કરો.' ૯. નવમી સામાચારી છે નિમંત્રણા :
ગોચરી જતી વખતે સહવર્તી સાધુઓને પૂછીશ કે હું આપને માટે શું ગોચરી લાવું ?” જો તેઓ મને અનુમતિ આપશે તો ગોચરી લાવીશ. ૧૦. દશમી સામાચારી છે ઉપસંપદા :
વિશિષ્ટ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે એક ગુરુકુળથી બીજા ગુરુકુળમાં જવું પડશે તો વિધિપૂર્વક જઈશ. ઉપસર્ગ અને પરીષહોઃ
જે રીતે સાધુજીવનમાં સામાચારીનું પાલન કરવાનું છે, તે જ રીતે ઉપસર્ગો તેમજ પરીષહોને સહન કરવાના છે. ઉપસર્ગ એટલે કષ્ટ, આપત્તિ. એ ઉપગ ત્રણ પ્રકારના હોય છે દેવકૃત, મનષ્યકૃત અને તિર્યચકૃત. દેવ અને મનુષ્ય જે ઉપસર્ગો કરે છે તે બે પ્રકારના હોય છે - અનુકૂળ અને પ્રતિકૂળ. ભોગસંભોગની પ્રાર્થના આદિ અનુકૂળ ઉપસર્ગો છે, મારવું, લૂટવું, તંગ કરવું વગેરે પ્રતિકૂળ ઉપસર્ગો છે.
જેને અંતરંગશત્રુ કામ, ક્રોધ, લોભ આદિ પર વિજય પ્રાપ્ત કરવાની સાધના કરવી હોય એને આ ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઈએ. હું પણ ઉપસર્ગોને સમતાભાવથી સહન કરીશ. હવે પરીષહોની વાત કરું છું.
મોક્ષમાર્ગમાં સ્થિર થવું અને કર્મનિર્જરા માટે સમ્યફ સહન કરવું તેને પરીષહ કહે છે. આ પરીષહો જીવનની સ્વાભાવિક પરિસ્થિતિઓમાંથી ઉત્પન્ન થયેલાં કષ્ટો હોય છે. પરીષહોમાં કોઈ દેવ, મનુષ્ય યા પશુના અનુકૂળ-પ્રતિકૂળ હુમલા નથી હોતા. પરીષહોનું ઉદ્ગમસ્થાન મનુષ્યોનાં પોતાનાં મન જ હોય છે. બાહ્ય નિમિત્તોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org