________________
શ્રાવક જીવન : ભાગ ૪
૮૮ ઓળખાય છે. ૧. ઇચ્છાકાર સામાચારીઃ
મારે મારું કામ બીજા સાધુઓ પાસે કરાવવું હશે તો એ સાધુઓની ઈચ્છા હશે તો જ કરાવીશ. તેમની ઇચ્છા જાણવાનો પ્રયત્ન કરીશ. તેમની ઉપર જબરજસ્તી નહીં કરું. એ રીતે મને બીજાંનાં કામ કરવાની ઈચ્છા થશે તો પણ તેમને પૂછીને જ તેમનાં કાર્યો કરીશ. જો કે નિષ્ઠયોજન તો બીજા પાસે મારાં કામ કરાવીશ જ નહીં. પરંતુ અશક્તિ, બીમારી, અપંગતા આદિ કારણોથી કરાવવાં પડે તો દિક્ષાપર્યાયમાં મારાથી નાના સાધુઓ હશે તેમને પૂછીશ, “શું મારું કામ કરશો? એ રીતે કર્મનિર્જરાના હેતુથી મારે બીજાંનાં કામ કરવાં હશે તો હું પૂછીશઃ આપનું આ કામ હું કરી શકું ?' ૨. બીજી છે મિથ્યાકાર સામાચારી : - સાધુજીવનનાં વ્રત-નિયમોનું પાલન કરવામાં જાગ્રત રહીશ. છતાં પણ કોઈ ભૂલ થઈ જાય તો તેની શુદ્ધિ માટે મિચ્છામિ દુક્કડ' કહીશ. જેમ કે છીંક આવી અને મૂખની આગળ વસ્ત્ર ન રહ્યું, પછી ધ્યાનમાં આવતાં તરત જ “
મિચ્છામિ દુક્કડ કહેવું પડશે, હું કહીશ. પરંતુ જાણીજોઈને જે દોષ-ભૂલ કરે છે, વારંવાર કરે છે, તો એ ભૂલોની શુદ્ધિ મિચ્છામિ દુક્કડથી નથી થતી. ૩. ત્રીજી સામાચારી છે તથાકાર :
સદગુરુનાં વચન કોઈ વિકલ્પ વગર ‘તહત્તિ' કહીને સ્વીકાર કરી લઈશ. ‘તહત્તિ' એટલે “મને આપની આજ્ઞા સ્વીકાર્ય છે.” ૪. ચોથી સામાચારી છે આવશ્યકી :
આવશ્યકીનો અર્થ છે “આવસ્યહી.” જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે ગુરુઆજ્ઞાથી મકાનની બહાર નીકળતાં જ “આવસ્યહી' બોલીને નીકળીશ. આવશ્યક કાર્ય માટે બહાર જવું એને આવશ્યકી કહે છે. ૫. પાંચમી સામાચારી છે નૈધિકીઃ
નૈધિકીને નિસહી' કહે છે. આવશ્યક કાર્ય પૂર્ણ કરીને હું મકાનમાં પ્રવેશ કરીશ ત્યારે નિસ્સીહી' બોલીને પ્રવેશ કરીશ. ૬. છઠ્ઠી સામાચારી છે પૃચ્છા ?
કોઈ કામ કરવું હશે તો ગુરુદેવને પૂછીશ કે “ભગવન્શું હું આ કામ કરું? જો તેઓ અનુમતિ આપશે તો જ હું કામ કરીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org