________________
પ્રવચન ૮૦
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ‘શ્રાવક જીવન’ના વિષયમાં સમુચિત માર્ગદર્શન આપ્યું છે. બાહ્ય દિનચર્યાની સાથે સાથે આંતરિક મનઃશુદ્ધિના ઉપાયો પણ બતાવ્યા છે. એ ઉપાયોને તમે લોકો ભૂલી જ ગયા છો; એને કારણે મનની અશુદ્ધિ, વિચારોની મિલનતા વધી ગઈ છે. અને જેની મનોવૃત્તિ અશુદ્ધ હોય છે, એની પ્રવૃત્તિ પણ પ્રાયઃ અશુદ્ધ જ હોય છે. અશુદ્ધ વૃત્તિ-પ્રવૃત્તિથી ક્લેષ, સંતાપ, ઉદ્વેગ, રાગદ્વેષ આદિ અશુભ તત્ત્વો વધતાં જાય છે. નિરંતર પાપકર્મોનું બંધન થતું રહે છે. પરિણામ..... જાણો છો ? ભવિષ્યકાળ અંધકારમય, દુઃખપૂર્ણ બની જશે.
આવી દુઃખમય સ્થિતિનું નિર્માણ કરવું ન હોય તો દૃઢતાપૂર્વક મનઃશુદ્ધિના ઉપાયો કરતા રહો :
૧. યોગાભ્યાસ કરતા રહો,
૨. નમસ્કારાદિનું ચિંતન કરતા રહો,
૩. પ્રશસ્ત ભાવક્રિયા કરતા રહો,
૪. ભવસ્થિતિનું અવલોકન કરતા રહો,
૫. ભવસ્થિતિની નિઃસારતાનું ચિંતન કરતા રહો, અને
૬. મોક્ષની ઉપાદેયતાની પરિભાવના કરતા રહો.
આટલું મનન-ચિંતન કરતા રહેશો તો અવશ્ય શ્રમણધર્મ પ્રત્યે, ચારિત્રધર્મ પ્રત્યે, અનુરાગી બનશો. ચારિત્રધર્મ તમને પ્રિય લાગશે અને મનુષ્ય મનનો એવો સ્વભાવ હોય છે કે એને જે પસંદ આવે છે તેને ગ્રહણ કરવાની ઇચ્છા પ્રકટ થાય જ છે. જે પ્રિય લાગે છે તેના વિચારો મનમાં આવતા જ રહે છે.
શ્રમણધર્મ પ્રિય લાગવાથી ‘હું શ્રમણ બનીને.... આવી આવી આરાધના કરીશ, એ વિચારો મનમાં ઘોળાતા જ રહે છે. આવા કેટલાક વિચારો, કેટલીક ભાવનાઓ કાલે બતાવી હતી. ચરણસિત્તરીની ૭૦ વાતો કાલે બતાવી હતી. આજે પણ કેટલીક ભાવનાઓ બતાવું છું. એનાથી તમને લોકોને ચિંતન-મનન કરવાની પદ્ધતિનો ખ્યાલ આવશે.
દસ પ્રકારની સાધુ સામાચારી :
શ્રમણોની પરસ્પર વ્યવહારની આચારસંહિતા ‘દવિંધ સામાચારી’ નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org