________________
પ્રવચન ૧૯
૮૫
વિનમ્ર બનીને મુનિજનોનું વૈયાવચ્ચ કરીશ. સેવા કરતી વખતે - ‘હું બીજાં ઉપ૨ ઉપકાર કરી રહ્યો છું' એવો વિચાર કદીય નહીં કરું.
જે વિનય કરવા લાયક હોય, તેમનો વિનય કરીશ. વિનય કરવાથી પાપકર્મો નષ્ટ થાય છે. એટલા માટે વિનયને તપ કહ્યું છે.
પૂજ્ય પુરુષો જ્યારે આવશે ત્યારે હું ઊભો થઈ જઈશ. માથે અંજલી રચીશ. તેમને વંદના કરીશ, તેમનાં ચરણપ્રક્ષાલન કરીશ, બેસવા માટે આસન આપીશ... વગેરે અનેક પ્રકારે વિનય કરીશ.
સાધુએ સંગ્રહી, પરિગ્રહી બનવાનું નથી. મારી પાસે જે કંઈ વધારે ઉપકરણો હશે, તેનો હું ત્યાગ કરીશ. શાસ્ત્રીય પદ્ધતિથી ત્યાગ કરીશ. જો કદાચ ભૂલથી દોષિત ભિક્ષાપાણી આવી ગયાં હશે, તો તેનો પણ ત્યાગ કરીશ, એ રીતે કોઈ કોઈ વાર મિથ્યાદર્શનો પ્રત્યે અનુરાગ થઈ જશે તો એ અનુરાગનો ત્યાગ કરીશ. હું દરરોજ પાંચ પ્રહર સ્વાધ્યાય કરીશ.
♦ સદ્ગુરુઓના ચરણોમાં વિનયપૂર્વક બેસીને સૂત્ર-અર્થ ગ્રહીશ.
♦ સંદેહ-શંકા દૂર કરવા માટે વિનયપૂર્વક પ્રશ્ન પૂછીશ.
♦ મનમાં આગમતત્ત્વોનું અનુચિંતન કરીશ.
બીજાંને ધર્મોપદેશ આપતો રહીશ.
આત્યંતર તપમાં જેટલું સહાયક હશે, એટલું જ બાહ્ય તપ કરીશ. ઇન્દ્રિયોની હાનિ ન થાય એ રીતે બાહ્ય તપ કરીશ.
--
“હું તપસ્વી કહેવાઈશ, મારી પ્રશંસા થશે....' એ ભાવનાથી હું તપ નહીં કરું. તપનું અભિમાન ન આવી જાય, એની હું સાવધાની રાખીશ. ચાર કષાયોનો ત્યાગ
ક્રોધ સર્વ જીવોના ચિત્તમાં પરિતાપ પેદા કરે છે, ઉદ્વેગ પેદા કરે છે. વેરનો અનુબંધ પેદા કરે છે અને મોક્ષમાર્ગ અવરુદ્ધ કરે છે. એટલા માટે હું ક્રોધ નહીં કરું; ક્રોધનો ઉદય નહીં થવા દઉં.
શ્રુત, શીલ અને વિનયને દુષિત કરનારાં તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થમાં વિઘ્નકા૨ક એવા માનને મારા મનમાં એક પળ પણ સ્થાન નહીં આપું.
માયાવી મનુષ્ય ભલેને માયાનિત કોઈ પણ અપરાધ યા ગુનો ન કરતો હોય, છતાં પોતાના માયાદોષથી કલંકિત હોવાથી એ સાપની જેમ અવિશ્વસનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org