________________
પ્રવચન ૭૯
૮૩
સમ્યગૃજ્ઞાન હોય છે. હું સમ્યગ્રજ્ઞાનની આરાધના કરતો રહીશ. ગુરુવિનય
કરતો શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતો રહીશ. - વિશુદ્ધ દેવ-ગુરુ-ધર્મતત્ત્વની ઉપર મારી શ્રદ્ધા અતૂટ રહેશે અને જિનોક્ત
નવતત્ત્વો પ્રત્યે મારી જ્ઞાનમૂલક શ્રદ્ધા અખંડ રહેશે. - સર્વ પાપપ્રવૃત્તિઓનો મન-વચન-કાયાથી હું ત્યાગ કરીશ. – સર્વવિરતિમય ચારિત્ર ધર્મનું દૃઢતાથી પાલન કરીશ, પ્રાણો કરતાં ય વધારે
મહત્ત્વ ચારિત્ર ધર્મનું સમજીશ. બાર પ્રકારનું તપ :
તીર્થકર ભગવંતોએ કહ્યું છે કે - “જે કર્મોનો નાશ કરે તે તપ.” કમને તપાવે, બાળે, નાશ કરે એને તપ કહ્યું છે. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે.
જ્યાં સુધી આત્મા કર્મોથી બદ્ધ છે ત્યાં સુધી તે સંસારી છે, અને જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જન્મ-જીવન અને મૃત્યુનાં દુઃખોથી જીવાત્મા છૂટી નહીં શકે.
પરમ સુખમય, મોક્ષદશા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવા માટે જેમણે મુનિવ્રત સ્વીકાર્યું છે એવા મુનિજનોએ પોતાના જીવનમાં તપશ્ચયનિ સમુચિત સ્થાન આપવું. એટલે કે જીવનને તપોમય બનાવવું જોઈએ.
તપશ્ચયના મુખ્ય બે ભેદ બતાવવામાં આવ્યાં છે ઃ ૧. બાહ્ય તપ અને ૨. આભ્યન્તર તપ. બંને તપના છ-છ પ્રકારો છે. હું શ્રમણ બનીને એ સર્વ પ્રકારની તપશ્ચર્યા કરીશ. ૧. હું ઉપવાસ છઠ્ઠ, અઠ્ઠમ...ઇત્યાદિ તપ કરતો રહીશ. ૨. હું ૩૨ કોળિયાથી વધારે આહાર ગ્રહણ નહીં કરું ૩ર કોળિયામાંથી ઘટાડતો
જઈશ. ઘટાડતાં ઘટાડતાં માત્ર ૮ કોળિયાનો જ આહાર ગ્રહણ કરીશ. ૩. ગૃહસ્થને ત્યાંથી હું પરિમિત ભિક્ષા ગ્રહણ કરીશ. ૪. દૂધ, દહીં, ઘી, માખણ, ગોળ અને તેલ - આ તમામ વિકૃતિઓ છે. યથાશક્તિ
તેનો પણ હું ત્યાગ કરીશ. પ. હું કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહીશ. તડકામાં ઊભો રહીને આતાપના લઈશ. પુષ્કળ ઠંડીમાં એકાન્તમાં નિર્વસ્ત્ર થઈને ધ્યાનસ્થ બનીશ, જાણીજોઈને કાયાને
કષ્ટ આપીશ. ૬. હું ઇન્દ્રિય-સંલીનતા કરીશ. જે રીતે કાચબો પોતાનાં અંગોને છૂપાવીને રાખે
છે એ રીતે હું પણ શરીરનું નિરર્થક હલનચલન, ઇન્દ્રિયોનું નિરર્થક ગમનાગમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org