________________
n
પ્રવચન ૭૯
૮૧
સાધુ હશે, અસંયમની પ્રવૃત્તિ કરતો હશે, સાધુધર્મનું પાલન છોડી દીધું હશે...માત્ર સાધુનો વેશ જ પહેરલો હશે.... એવા સાધુઓની હું ઉપેક્ષા કરીશ. તેમના પ્રત્યે ભાવકરુણાનું જ ચિંતન કરીશ.
-
જે સ્થાનમાં, મકાનમાં રહેવાનું હશે, એ મકાનની પ્રમાર્જના કરીશ; વસ્ત્ર....પાત્ર આદિનું પ્રમાર્જન કરીશ. પ્રમાર્જન કરીને જ તેમના ઉપયોગ કરીશ.
જે ભોજન, પાણી, પાત્ર, વસ્ત્રાદિ, જીવયુક્ત થઈ ગયાં હશે, જે વિશુદ્ધ નહીં હોય... જે ઉપયોગી નહીં હોય, એમને જીવરહિત સ્થાનમાં વિધિપૂર્વક નાખી દઈશ.
હું મારા મનનો સંયમ રાખીશ. દ્રોહ, ઈર્ષા, અભિમાન આદિ દોષોથી નિવૃત્ત થઈ જઈશ અને ધર્મધ્યાનમાં નિમગ્ન બનીશ.
- હું મારી વાણીનો સંયમ રાખીશ, હિંસાપ્રેરક યા પુરુષ-કઠોર ભાષાનો પ્રયોગ નહીં કરું. પ્રશસ્ત ભાષાનો જ પ્રયોગ કરીશ.
હું મારી કાયાનો સંયમ રાખીશ. આવશ્યક કર્મ કરવામાં તેમજ ગમનાગમન કરવામાં ઉપયોગ રાખીશ કે જેથી કોઈ જીવ મરી ન જાય.
દસ પ્રકારનું વૈયાવચ્ચ
:
૧. હું જે આચાર્યના સાન્નિધ્યમાં રહીશ, તેમની ભાવથી સેવા-શુશ્રુષા કરતો રહીશ.
૨. હું જે ઉપાધ્યાયની પાસે અધ્યયન કરીશ, તેમની ભાવથી સેવા-ભક્તિ કરતો રહીશ.
૩. સાધુસમુદાયમાં જે તપસ્વી સાધુ હશે, જે હંમેશાં તપ કરતા હશે, તેમની પણ હું સેવા-ભક્તિ-વિશ્રામણા કરતો રહીશ.
૪. જે નવા સાધુ બન્યા હશે, ઉંમરમાં જેઓ નાના હશે, તેમની હું સેવા-ભક્તિ કરીશ. તેમને યોગ્ય ભિક્ષા લાવીને આપીશ.
૫. જે સાધુ ગ્લાન, રોગી-બીમાર હશે, તેમની સેવા કરીશ, તેમને દવા-અનુપાન આપીશ, સમતા-સમાધિ આપીશ.
૬. સમુદાયમાં જે સ્થવિર સાધુ હશે - ઉંમરમાં મોટા અને જ્ઞાનમાં ય મોટા, તેમની પણ હું ઉચિત સેવા કરીશ.
૭. અમારી સમાન આચારમર્યાદાવાળા બીજા સાધુ અમારી પાસે આવશે, ત્યારે તેમનું ઉચિત સ્વાગત કરીશ. યોગ્ય ધર્મસાધના દ્વારા તેમની સેવા-ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org