________________
८०
મહાન ધર્મ સમજીશ.
કર્મક્ષય માટે હું તપ કરીશ. બાહ્ય તપ દ્વારા આવ્યંતર તપમાં મારો વિકાસ થતો રહે એ મારું લક્ષ્ય રાખીશ.
શ્રાવક જીવન : ભાગ ૪
બ્રહ્મસ્વરૂપ આત્મામાં લીનતા પ્રાપ્ત કરવા માટે હું અબ્રહ્મ-મૈથુનથી નિવૃત્ત થઈશ. મનથી પણ મૈથુનનો ત્યાગ કરવાનો મારો પ્રયત્ન રહેશે. એટલે કે મનથી મૈથુનના વિચાર નહીં કરું. હું એવા જ સ્થાનમાં રહીશ કે જ્યાં બ્રહ્મચર્યનું સરળતાથી પાલન થાય. હું ભોજન પણ એવું જ કરીશ કે જે બ્રહ્મચર્યના પાલનમાં સહાયક બને. તપશ્ચર્યા પણ આ જ અભિગમથી કરીશ, કે જેથી બ્રહ્મચર્યનું પાલન સારી રીતે થઈ શકે. માટે પરમ બ્રહ્મની લીનતા પ્રાપ્ત કરવી છે, એટલા માટે હું બ્રહ્મચર્યનું પાલન કરીશ જ.
હું સંયમનાં ઉપકરણો સિવાય, કશું ય ગ્રહણ નહીં કરું, ન તો સંગ્રહ કરીશ. મારે અપરિગ્રહી બનીને જીવવું છે, મારે મૂર્છાથી-આસક્તિથી બચવાનું છે. કોઈ પણ પુદ્ગલ-પદાર્થની ઉપર મમતા ન થઈ જાય, એ વાતની હું સાવધાની રાખીશ.
ભૂતકાલીન પાપોનો ક્ષય કરવા માટે અને વર્તમાનકાલીન જીવન નિષ્પાપ તેમજ પ્રસન્નતાપૂર્ણ બનાવવા માટે આ દવિધ ધર્મ અદ્ભુત ઉપાય છે. મારી એ ભાવના છે કે હું મન-વચન-કાયાથી આ દવિધ ધર્મની આરાધના કરીને મારી ગુણસમૃદ્ધિને વધારતો રહીશ. ૧૭ પ્રકારના સંયમનું પાલન ઃ
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનો હું મનવચન-કાયાથી સંરંભ-સમારંભ યા આરંભ નહીં કરું, કરાવીશ નહીં અને કરવામાં અનુમતિ આપીશ નહીં.
પ્રમાદ વગેરે દોષોને કારણે તેમ જ તથાવિધ બુદ્ધિ-આયુષ્ય શ્રદ્ધા, સંવેગ અને બળ વગેરેની હીનતાને કારણે સાધુઓ પ્રત્યે અનુગ્રહની બુદ્ધિથી પુસ્તક વગેરેની પ્રમાર્જના-પ્રતિલેખના કરતો રહીશ.
જે ભૂમિ ઉ૫૨ શયન કરવાનું હશે, તે ભૂમિને સૌથી પ્રથમ આંખોથી જોઈશ...દૃષ્ટિ પ્રતિલેખના કરીશ.
કોઈ સાધુ સંયમધર્મમાં ઢીલો પડ્યો હશે, તેનું મન ચંચળ બની ગયું હશે તો હું એને પ્રેમથી પ્રેરણા આપીને સંયમધર્મમાં સ્થિર કરીશ. એ રીતે કોઈ શિથિલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org