________________
૯૪
એ આશ્રવદ્વારોને બંધ કરવાનો હું પ્રયત્ન કરીશ.
ન
૮. હું સંવરભાવનાનું ચિંતન કરીશ. ન તો શુભ આશ્રવ જોઈએ ન અશુભ આશ્રવ જોઈએ. સમ્યગ્દર્શન વગેરે દ્વારા આશ્રવોનાં દ્વાર બંધ કરીશ.
શ્રાવક જીવન : ભાગ ૪
૯. બાહ્ય તેમજ આત્યંતર તપ દ્વારા આત્મામાં રહેલાં કર્મોનો હું નાશ કરીશ. આ રીતે હું નિર્જરા ભાવનાનું ચિંતન કરીશ.
૧૦. હું લોક સ્વરૂપ ભાવનાનું ચિંતન કરીશ. ૧૪ રાજલોકનું ચિંતન કરીશ. ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકનું ચિંતન કરીશ.
૧૧. હું ધર્મસ્વાખ્યાત ભાવનાનું ચિંતન કરીશ. ધર્મનો દિવ્ય પ્રકાશ આપનાર તીર્થંક૨ ૫૨માત્માનું ચિંતન કરીશ. ધર્મનો પ્રભાવ, ધર્મનો મહિમા...વગેરેના વિષયમાં ચિંતન-મનન કરીશ. ધર્મના સ્વરૂપનું મનન કરીશ.
૧૨. હું બોધિદુર્લભ ભાવનાનું ચિંતન કરીશ. બોધિ એટલે સમ્યગ્ દર્શન. સમ્યગ્ દર્શનની દુર્લભતાનું ચિંતન કરીશ.
હું પ્રતિદિન સમ્યગ્ દર્શનની આ બાર ભાવનાઓનું ચિંતન કરીશ. બાર પ્રતિમા :
પ્રતિમા એટલે પ્રતિજ્ઞા યા નિયમ. સાધુજીવનમાં વિશિષ્ટ કોટિના નિયમોનો સ્વીકાર કરીને અપ્રમત્ત જીવન જીવવાનો અભ્યાસ કરવાનો હોય છે. પ્રાચીન સમયમાં ધીર, વીર અને શ્રેષ્ઠ શ્રમણ બાર પ્રકારની પ્રતિમાઓ’નો ક્રમશઃ અભ્યાસ કરતા હતા. હું પણ મારી શક્તિ અનુસાર આ પ્રતિમાઓનો અભ્યાસ કરીશ. ઇન્દ્રિય નિરોધ ઃ
હું ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં રાગદ્વેષ નહીં કરું. ઇન્દ્રિયોના પોતપોતાના વિષયની આસક્તિનો હું ત્યાગ કરીશ. વિષયાસક્તિથી જીવાત્મા ક્લેશનો જ અનુભવ કરે છે અને વિનાશને પ્રાપ્ત કરે છે.
પ્રતિલેખના :
મારાં જે કંઈ ઉપકરણો હશે તેમની હું વિધિપૂર્વક પ્રતિલેખના કરીશ. સવારે કરીશ, પોરિસીનાં સમયે કરીશ, અને સાંજે પણ કરીશ.
સવારે ૧૦ ઉપકરણોની પ્રતિલેખના કરીશ.
પોરિસીના સમયે પાત્ર વગેરે સાત ઉપકરણોની પ્રતિલેખના કરીશ.
સાંજે ૧૪ ઉપકરણોની પ્રતિલેખના કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org