________________
૯૮
શ્રાવક જીવન : ભાગ ૪ ૪. ચોથી છે એકત્વભાવના : સંસારવાસનું મમત્વ તો મુનિ પહેલાંથી જ છોડી દે છે. પરંતુ સાધુજીવનમાં આચાર્ય આદિનું મમત્વ હોય છે. એટલા માટે “જિનકલ્પ'ની તૈયારી કરનારો મુનિ આચાર્ય વગેરે સાથે સસ્નિગ્ધ અવલોકન, આલાપ-સંતાપ, પરસ્પર ગોચરીપાણીનું આદાનપ્રદાન, સૂત્રાર્થ માટે પ્રતિપૃચ્છા, હાસ્ય, વાતલિાપ વગેરેનો ત્યાગ કરે છે. હું એવો ત્યાગ કરીશ. આહાર, ઉપાધિ અને શરીરનું મમત્વ પણ નહીં રાખું.
આ રીતે એકત્વભાવના દ્વારા મુનિ એવો નિર્મોહી બની જાય કે જિનકલ્પ સ્વીકાર કર્યા પછી પોતાની સામે સ્વજનોનો વધ થતો જોઈને ય એના મનમાં ક્ષોભ થતો નથી.
પ. પાંચમી છે બલભાવના:
મનોબળથી સ્નેહજાનત રાગનો અને ગુણબહુમાનજનિત રાગનો ત્યાગ કરીશ. – ધૃતિબલથી આત્માને સમ્ય ભાવિત કરીશ. – આ રીતે સાત્ત્વિક, ધૈર્યસંપન્ન, ઔસુક્યરહિત અને નિષ્પકંપિત બનીને પરિસહ,
ઉપસર્ગને જીતીને હું મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરીશ. ઉપસંહાર :
આ રીતે “શ્રામસ્યાનુરાગ' સૂત્રનું વિવેચન કર્યું છે. સાધુતા પ્રાપ્ત થાય કે ન થાય, “ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં જ વાસ્તવિક સાધુધર્મ પ્રાપ્ત થશે. પરંતુ સાધુતાના અનુરાગથી અને સાધુતાના મનોરથોથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ અવશ્ય થશે. કર્મ જો પ્રગાઢ હશે. નિકાચિત હશે તો આગામી જન્મમાં ક્ષયોપશમ થશે.
એટલા માટે મનમાં ફાલતુ વિચારો ન કરવા. આવા પવિત્ર વિચારો કરતા રહો. સાધુતાનો અનુરાગ થશે તો આવા પવિત્ર વિચારો આવશે જ. સાધુતાના અનુરાગી બનો, એ જ મંગલ કામના.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org