________________
પ્રવચન ૭૬
૪૭ સંસાર કારાવાસ છે : સંસારને છઠ્ઠી ઉપમા આપવામાં આવી છે કારાવાસ - કેદખાનાની.
प्रियास्नेहो यस्मिन्निगऽसदृशो यानिकभटोपमःस्वीयो वर्गो धनमभिनवं बन्धनमिव । मदामेध्यापूर्ण व्यसनबिलसंसर्ग-विषमम्, ।
भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ॥ સંસાર કેદખાનું-કારાવાસ છે. કારાવાસમાં ખુશી થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. - આ કારાવાસમાં જીવના હાથોમાં-પગોમાં જંજીરો પડી છે, તે જંજીરો છે
પ્રિયાગ્નેહની, સ્ત્રી-મમત્વની. - એ કારાવાસનાં પ્રહરી-ચોકીદાર છે સ્વજન લોકો. દરેક પ્રહરે તેઓ
બદલાતાં રહે છે. – સંસારના આ કારાવાસમાં જીવોને નવાં નવાં બંધનોથી બાંધવામાં આવે છે.
તે બંધનો છે ધન...વૈભવ...દોલત. - સંસારના આ કેદખાનામાં સર્વત્ર ગંદકી પડી છે અને એમાંથી તીવ્ર દુર્ગધ
ફેલાઈ રહી છે. આ ગંદકી છે અભિમાનની. – એ કેદખાનામાં સ્થળે સ્થળે દર છે - આપત્તિનાં દર. હવે કહો, આવા
કેદખાનામાં બુદ્ધિમાન માણસને આનંદ આવી શકે ? સરકારે તો ત્રણ પ્રકારનાં કેદખાનાં બનાવ્યાં છે. First Class, Second Class અને Third Class. આ સંસાર (જીવની અંદરનો) તો થર્ડ કલાસ જેલો કરતાં ય વધારે ભયાનક છે.
સંસારની કારાવાસના રૂપમાં કલ્પના કરજો. તમે અનુભવ કરશો કે “આપણે વાસ્તવમાં કારાવાસમાં છીએ. અને જ્યારે આ અનુભવ થશે, મનની વ્યાકુળતા દૂર થશે...ત્યારે કારાવાસમાંથી બહાર નીકળવાની ઈચ્છા થશે. તમને કારાવાસમાં રહેવું જરા પણ પસંદ નહીં આવે. સંસાર સ્મશાન છે : સંસારને સાતમી ઉપમા આપવામાં આવી છે સ્મશાનની.
महाक्रोधो गृधोऽनुपरति शृगाली च चपला स्मरो लूको यत्र प्रकटकटुशब्दः प्रचरति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org