________________
પ્રવચન ૭૬
પ૩ રાખે છે. સંસાર વિશ્વાસઘાતી છે, છે કે નહીં? તમારો કેવો અનુભવ છે?
સભામાંથીઃ સાચી વાત છે, છતાં પણ પાગલ મન વિશ્વાસ કરી લે છે.
મહારાજશ્રી : કારણ કે તમે ઊંડાણમાં જઈને વિચારતા નથી. ગંભીરતાથી વિચારતા નથી. સંસારના કડવા અનુભવ હોવા છતાં પણ તમે કોઈ બોધપાઠ લેતા નથી. સંસાર વિશ્વાસઘાત કરે છે. કર્મવશ જીવ શું નથી કરતા? એટલા માટે સંસાર પ્રત્યે સ્નેહ ન હોવો જોઈએ.
“સંસાર' નો અર્થ સમજો. કષાયપરવશતા અને ઇન્દ્રિયપરવશતા જ સંસાર છે. આ બે પ્રકારની પરવશતા જ જીવને બધાં કાર્યો કરાવે છે. બાહ્ય સંસારમાં જીવ અનેક અકાય કરતો રહે છે. સંસારવ્યવહાર અનેક વિષમતાઓથી ભરેલો છે. - સંસારમાં સામાન્ય મનુષ્યને ધનવાન માણસની ચાપલુસી કરવી પડે છે. – ધનવાનોને સત્તાધીશોની ખુશામદ કરવી પડે છે. - સત્તાધીશોને આ લોકશાહીમાં જનતાની ચાપલુસી કરવી પડે છે. – ગુણવાનોને કોઈ વાર ધનવાનોની ગરજ પડે છે, અને ધનવાનોની આંતરિક
સ્થિતિ પ્રાયઃ અશાંતિથી ભરપૂર હોય છે. એક આંતરિક નિર્ભય સંસાર
જો તમારે સંસાર વગર ચાલતું ન હોય. તમારે સંસાર જોઈતો જ હોય તો અધ્યાત્મસારમાં આવો એક આંતરિક સંસાર બતાવ્યો છે. તમે એનાથી સંબંધ ડો.
प्रिया प्रेक्षा पुत्रो विनय इह पुत्री गुणरतिविवेकारव्यस्तातः परिणतिरनिन्द्या च जननी । विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुम्बं स्फुटमिदम् ।
भवे तन्नो दृष्टं तदपि बत संयोग सुखधीः ॥ – તમે ‘તત્ત્વચિંતાને પ્રિયા-પત્ની બનાવો. – વિનય' તમારો પુત્ર બનશે. - “ગુણરતિ’ તમારી પુત્રી થશે. - વિવેક' તમારા પિતા થશે. – નિર્મળ પરિણતિ તમારી માતા બનશે.
કહો, આ પરિવાર પસંદ આવ્યો ? કેટલો સુંદર પરિવાર છે ? આ આન્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org