________________
પ્રવચન ૭૭
પરમ કૃપાનિધિ, મહાન કૃતઘર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં “શ્રાવક જીવન’ના વિષયમાં સુંદર માર્ગદર્શન આપ્યું છે. ભાવાત્મક ધર્મની અતિઉપયોગી વાતો લખી છે.
“ભવસ્થિતિ અને તબૈજુમાવના - “આ બે વાતો કેટલી માર્મિક બતાવી છે ! જો શ્રાવક-શ્રાવિકા પ્રતિદિન આ ચિંતન કરતાં રહે તો તેમનો જન્મ સફળ થઈ જાય, મનનાં તમામ કંકો ટળી જાય, મનના તમામ સત્તાપો શાન્ત થઈ જાય. તમે લોકો સરળતાથી મનન-ચિંતન કરી શકો એટલા માટે મેં શક્ય તેટલી સરળ ભાષામાં આ વાતો કહી છે. તમે લોકો સમજી ગયા હશો. મુક્તિ-મોક્ષની પરિભાવના :
જે રીતે સંસારની નિર્ગુણતા-અસારતા બતાવી તેના પછી હવે મુક્તિની ઉપાદેયતાની પરિભાવના કરવાનું કહે છે. જ્યાં જવાનું છે, એ મોક્ષમાર્ગન, મોક્ષસુખનું ચિંતન કરવું જોઈએ. સંસારની નિર્ગુણતાનું ચિંતન કરવાથી સંસારની આસક્તિ તૂટશે અને મોક્ષની ઉપાદેયતાનું ચિંતન કરવાથી મોક્ષની પ્રીતિ દૃઢ બનશે.
જે આપણું અંતિમ લક્ષ્ય છે, જ્યાં આપણે જવાનું છે, ત્યાંનું જ્ઞાન આપણને હોવું જ જોઈએ. જ્ઞાનથી ય આગળ, એ સ્થાનનું તેમજ એ આત્મસ્થિતિનું આપણા મનમાં આકર્ષણ પેદા થવું જોઈએ. એ ત્યારે જ સંભવિત બનશે કે જ્યારે તમે મુક્તિની પરિભાવના કરતા રહેશો. अपवर्गालोचनम् ॥१०॥
અપવર્ગ એટલે મોક્ષ, અપવર્ગ એટલે મુક્તિ, એનું આલોચન કરવાનું છે. એટલે કે સર્વગુણમયી મુક્તિની ઉપાદેયતાનું પરિભાવન કરવાનું છે. કહો, ક્યારે કરશો. આ પરિભાવના? સવારથી સાંજ સુધી.....દિવસમાં ક્યારે કરશો આ ચિંતન?
સભામાંથી = દિવસે તો સમય મળતો નથી..... મહારાજશ્રી ઃ સમય મળતો નથી ? જૂઠું ન બોલવું. તમને ઘરના વિચાર, દુકાનના વિચાર...સંસારવ્યવહારના વિચાર....ભવિષ્યના વિચાર....કેટલા બધા વિચારો કરવાનો સમય મળે છે? એક માત્ર મોક્ષનો વિચાર કરવાનો સમય મળતો નથી. મહત્ત્વની વાત તો એ છે કે જે વસ્તુ યા વ્યક્તિ માણસને પ્રિય હોય છે, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org