________________
શ્રાવક જીવન : ભાગ ૪ મુક્ત આત્માનાં શ્રેષ્ઠ-ઉત્તમ સુખનાં ત્રણ વિશેષણો આપવામાં આવ્યાં છે ઃ ૧. સાદિ અનંત, ૨. અનુપમ, ૩. અવ્યાબાધ.
હવે આ ત્રણે વિશેષણોને સમજાવું છું. પ્રથમ વિશેષણ છે સાદિ અનંત. આદિ એટલે પ્રારંભ. સહ-આદિ એટલે પ્રારંભયુક્ત. મુક્ત આત્માનું સુખ પ્રારંભયુક્ત હોય છે. એના સુખની શરૂઆત હોય છે. એનું સુખ અનાદિ નથી. સર્વ કર્મોનો ક્ષય થાય છે, ત્યારે આત્મામાં સુખની ઉત્પત્તિ થાય છે. એટલા માટે મુક્ત આત્માનું સુખ “સાદિ કહેવાયું છે. આદિ છે પણ અનંત છે! એ સુખનો કદી અંત નથી આવતો. અમર આત્માનું સુખ અનંત
બીજું વિશેષણ છે અનુપમ. જેને કોઈ ઉપમા નથી આપી શકાતી તેને “અનુપમ’ કહેવાય છે. દુનિયામાં એવી કોઈ ઉપમા-તુલના નથી કે જે મુક્તાત્માના સુખને આપી શકાય. એક ઉદાહરણથી આ વાત સમજાવું છું.
એક રાજા હતો, તે જંગલમાં જઈ ચડ્યો. તેની પાસે ખાવાપીવાનું કશું ન હતું. ખૂબ ભૂખને લીધે તે બેહાલ થઈ રહ્યો હતો. અચાનક એક આદિવાસી ત્યાંથી પસાર થયો. રાજાને ભૂખ્યો તરસ્યો સમજીને તે રાજાને પોતાની ઝૂંપડીએ લઈ ગયો. એની પાસે જે કંઈ લૂખુંસૂકું ભોજન હતું એ ખૂબ પ્રેમથી રાજાને ખવડાવ્યું. પછી તે રાજાને નગર સુધી મૂકવા ગયો. રાજા પણ એ આદિવાસી ઉપર અતિ ખુશ થઈ ગયો હતો. રાજાએ આગ્રહ કરીને આદિવાસીને થોડાક દિવસો પોતાના મહેલમાં રાખ્યો. એને મૂલ્યવાન વસ્ત્ર-અલંકારાદિ આપ્યાં. એક સ્ત્રીની સાથે તેનાં લગ્ન કરાવ્યાં. એ આદિવાસી સુખભોગમાં ડૂબી ગયો.
આ બાજુ વરસાદની ઋતુ આવી. આકાશમાં વાદળો ગરજવા લાગ્યાં, મોર નાચવા લાગ્યા. એ જોઈને આદિવાસીને પોતાનું ખેતર, પોતાની ઝુંપડી...પોતાનાં માણસો...બધું યાદ આવી ગયું. તેણે રાજાની રજા લીધી અને જંગલમાં પોતાને ઘેર ચાલ્યો ગયો.
જંગલના તેના સાથીદારો, સંબંધીઓ અને મિત્રોએ એને પૂછ્યું: ‘નગર કેવું હોય છે? ત્યાં શું હોય છે?” એ આદિવાસી એને નગરની બાબતમાં કશું સમજાવી શક્યો નહીં, કારણ કે જંગલમાં એવી કોઈ ઉપમા હતી નહીં કે જેથી એ કહી શકે કે નગર આવું હોય છે. એટલા માટે તેણે કહ્યું: “નગર અનુપમ હતું.”
એ રીતે આપણે મુક્ત આત્માઓના સુખની બાબતમાં એ જ કહી શકીએ કે મુક્તાત્માઓનું સુખ અનુપમ હોય છે. સંસારમાં એવું કોઈ સુખ નથી કે જેની ઉપમા આપીને બતાવી શકીએ કે “મોક્ષમાં આના જેવું સુખ હોય છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org