________________
Fe
શ્રાવક જીવન : ભાગ ૪
સંકલ્પ કરો, કર્મબંધન તોડવાનો પુરુષાર્થ કરો; આત્માની અનંતતા પ્રાપ્ત કરશો. પાંચમી વિશેષતા : અક્ષય :
સિદ્ધિગતિની પાંચમી વિશેષતા છે અક્ષય સ્થિતિની. સિદ્ધ આત્માઓ અને સિદ્ધગતિ એ બંને અક્ષય છે. બંને અવિનાશી છે. ત્યાં કોઈ વિનાશક તત્ત્વ હોય તો વિનાશ કરે ને ? છે જ નહીં ત્યાં કોઈ વિનાશક તત્ત્વ !
એક વાર આત્માની શુદ્ધ અવસ્થા પ્રકટ થઈ ગઈ, પછી એ અવસ્થાનો કદી નાશ થતો નથી. કદી ક્ષય થતો નથી. એટલા માટે તે વિશુદ્ધ અવસ્થા અક્ષય હોય છે. નાશ થવાનો કોઈ ભય નથી. આ વિશેષતા પણ તમને ગમી ગઈ ને ? પસંદ પડીને ? ન ઉત્પત્તિ, નવિનાશ. અનાદિકાળથી ઉત્પત્તિ અને વિનાશનું દુશ્વક ચાલતું જ રહે છે. એનો અંત આવે છે મુક્ત થયા પછી. આત્મા અક્ષય બની જાય છે. છઠ્ઠી વિશેષતા : અવ્યાબાધ ઃ
વ્યાબાધ એટલે પીડા, અડચન, રુકાવટ. અવ્યાબાધ એટલે પીડા, અડચન, રુકાવટનો અભાવ. સિદ્ધિગતિમાં કોઈ પણ પ્રકારની પીડા નથી હોતી. અડચન - રુકાવટ નથી હોતી. ત્યાં હવાનાં તોફાનો નથી હોતાં, ધરતીકંપો નથી હોતા, ત્યાં આગ નથી લાગતી...ત્યાં વર્ષા નથી થતી. ત્યાં નથી હોતા નૈસર્ગિક ઉપદ્રવો કે પ્રાયોગિક ઉપદ્રવો.
બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમૂર્ત પદાર્થને મૂર્ત પદાર્થના આઘાત-પ્રત્યાઘાત લાગતા જ નથી. સિદ્ધિગતિમાં સર્વ આત્માઓ અમૂર્ત હોય છે. એટલે કોઈ ઉપદ્રવ હોવાનો સંભવ જ નથી. એ રીતે સિદ્ધશિલા ૫૨ ભૂકંપ, આગ, વર્ષા......વગેરે હોતાં જ નથી. હોવાની સંભાવના જ નથી હોતી, આ અવ્યાબાધ સ્થિતિ છે.
જ્યાં સુધી આત્મા કર્મબદ્ધ હોય છે, ઉપદ્રવો, રુકાવટો આવતી રહે છે. જીવો ૫૨ એની અસર પણ થાય છે. એટલા માટે સંસારથી મુક્ત થઈને સિદ્ધિગતિમાં જવું છે. જવું છે ને તમારે ?
સાતમી વિશેષતા : અપુનરાવૃત્તિ ઃ
આવૃત્તિનો અર્થ છે આવર્તન. સંસાર એક મહાસાગર છે, સાગરમાં આવર્ત ઊઠતાં જ હોય છે. સંસાર-સાગરમાં વિવિધ જન્મરૂપ આવર્ત ઊઠતા રહે છે. જીવ એ આવર્તોમાં ફસાય છે.
સિદ્ધિગતિમાં ગયેલા જીવ, મુક્ત બનેલા જીવ, ફરીથી સંસારની ગતિરૂપ આવર્તોમાં ફસાતા નથી. એટલે કે મુક્ત આત્માઓ પુનઃ સંસારમાં નથી આવતા. મોક્ષાવસ્થામાંથી આત્મા સંસારાવસ્થામાં નથી આવતા. શાશ્વતકાળ આત્મા ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org