________________
૭૪
શ્રાવક જીવન : ભાગ ૪ એનું તાત્પર્ય એ છે કે વાસ્તવમાં તેમને મોક્ષમાં જવું જ નથી. માત્ર વાતો કરવી છે ! માત્ર ભક્ત હોવાનો દંભ કરવો છે. બધા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરો:
જો સિદ્ધ-બુદ્ધ થવું હોય, સિદ્ધિગતિ પામવી હોય, તો દરરોજ સર્વ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરતા રહો.
__ नमो सया सव्वसिद्धाणं ॥ સિદ્ધ-બુદ્ધ બનનાર આત્માઓ ૧૫ પ્રકારના હોય છે, એટલા માટે સંબં શબ્દનો પ્રયોગ કર્યો છે. આજે અહીં હું માત્ર ૧૫ નામ જ બતાવી દઈશ, એ પ્રકારોને સમજાવવાનો સમય નથી. કોઈક વાર સમજાવીશ. ૧. તીર્થસિદ્ધ
૨. અતીર્થ સિદ્ધ ૩. તીર્થંકર સિદ્ધ
૪. અતીર્થંકર સિદ્ધ ૫. સ્વયંબુદ્ધ સિદ્ધ ૬. પ્રત્યેકબદ્ધ સિદ્ધ
બુદ્ધબોધિત સિદ્ધ ૮. સ્ત્રીલિંગ સિદ્ધ ૯. પુરૂષલિંગ સિદ્ધ
નપુંસકલિંગ સિદ્ધ ૧૧. સ્વલિંગ સિદ્ધ ૧૨. અપલિંગ સિદ્ધ ૧૩. ગૃહિલિંગ સિદ્ધ ૧૪. એક સિદ્ધ
૧૫. અનેક સિદ્ધ સિદ્ધ ભગવંતોનું પ્રતિદિન ધ્યાન પણ કરવું જોઈએ. આત્માની પરમ વિશુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. આત્મસાક્ષીએ નિર્ણય કરો કે “મારે સિદ્ધ-બુદ્ધ બનવું છે. અવિલંબ બનવું છે.' આ સંકલ્પ રોજ કરવો. “અપવર્ગઆલોચનનું આ કર્તવ્ય કેટલું ઉત્તમ બતાવ્યું છે? જે આપણું અંતિમ લક્ષ્ય છે. અંતિમ ધ્યેય છે. તેની સ્મૃતિ પ્રતિદિન થવી જ જોઈએ.
અપવર્ગ-મોક્ષનો કેવી રીતે વિચાર કરવો, ચિંતન કરવું એ કંઈક વિસ્તારથી જ બતાવ્યું છે. ચિંતનમાં તમને ઉપયોગી બનશે.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org