________________
પ્રવચન ૭૯
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મીબંદુ’ ગ્રંથમાં ત્રીજા અધ્યાયમાં ‘શ્રાવક જીવન'ના વિષયમાં વિશદ્ માર્ગદર્શન આપ્યું છે. કાયિક અને વાચિક ધર્મઆરાધનાના વિષયમાં તો સમુચિત બોધ આપ્યો જ છે, માનસિક વૈચારિક ભૂમિકા ઉપર પણ અતિ ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે.
યોગાભ્યાસ, નમસ્કારાદિ ચિંતન, પ્રશસ્ત ભાવક્રિયા, ભવસ્થિતિનું અવલોકન, ભવસ્થિતિની અસારતાનું ચિંતન, સર્વગુણમય મુક્તિની પરિભાવના... આ તમામ વૈચારિક ભૂમિકા છે શ્રાવક જીવનની ! જો સદૈવ આવા વિચારો કરતા રહે તો તેમનું મન શું વિરક્ત ન બને ? એમના હૃદયમાં વૈરાગ્યનો દીપક શું નહીં ઝળહળે ? અને જ્યારે સંસારવાસ પ્રત્યે વૈરાગ્ય પેદા થશે ત્યારે તેમનું મન સાધુતા-શ્રામણ્ય તરફ ઢળશે જ. તેમના મનમાં સાધુતા પ્રત્યે અનુરાગ પેદા થાય છે. શ્રમળ્યાનુરાગ ગાા શ્રામણ્ય પ્રત્યે અનુરાગ :
જ્યારે સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને મુક્તિનું આકર્ષણ ઉદ્ભવે છે, ત્યારે એક વિચાર એના મનમાં ઊઠે છે : “મુક્તિ પામવાનો સાચો રસ્તો, શ્રામણ્યનોસાધુતાનો જ છે. સાધુજીવનમાં જ મુક્તિનો સાચો પુરુષાર્થ થઈ શકે છે. સાધુજીવન જ નિષ્પાપ જીવન છે.’
અને એ સંસારવિરક્ત તેમજ મુક્તિપ્રેમી આત્મા - જીવાત્મા, સાધુજીવનના વિષયમાં વિશિષ્ટ જ્ઞાન પામવાનો પ્રયત્ન કરે છે. એ રીતે વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષોની પાસે જઈને વિનયથી એ જ્ઞાનપ્રાપ્તિ કરે છે, અને સારી રીતે સમજે
છે.
જેમ જેમ એ સાધુજીવનની આરાધનાનું જ્ઞાન પામતો જાય છે, તેમ તેમ તેના મનમાં સાધુજીવન પ્રત્યે અનુરાગ વધતો જાય છે. એને સાધુજીવન પસંદ આવે છે. સાધુજીવનનાં પાંચ મહાવ્રતો સારાં લાગે છે.
૧. પ્રાણાતિપાત-વિરમણ મહાવ્રત.
૨. મૃષાવાદ-વિરમણ મહાવ્રત.
૩. અદત્તદાન-વિરમણ મહાવ્રત. ૪. મૈથુન-વિરમણ મહાવ્રત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org