________________
૭૬
શ્રાવક જીવન : ભાગ ૪
૫. પરિગ્રહ-વિરમણ મહાવ્રત.
આ પાંચ મહાવ્રતો છે. શ્રાવક ભાવના ભાવે છે કે “ક્યારે એવો ધન્ય અવસર આવશે, કે હું મહાવ્રતોને ધારણ કરીશ....અને એમનું પાલન કરીશ? ક્યારે મારું ચારિત્રમોહનીય કર્મ તૂટે અને હું શ્રમણ બનું?”
એક એક મહાવ્રતના પાલનના વિષયમાં એ ભાવના ભાવે છે? પહેલા મહાવ્રતની ભાવનાઓ: – હું શ્રમણ બનીને ઉપયોગપૂર્વક ગમનાગમન કરીશ. ઉપયોગ વિના
ગમનાગમન કરવાથી જીવહિંસા થાય છે. – હું ૪૨ દોષો ટાળીને ઉપયોગપૂર્વક ભિક્ષા ગ્રહણ કરીશ. ઉપાશ્રયમાં આવીને
પ્રકાશમાં ઊભો રહીને ભિક્ષા જોઈશ. માંડલીના પાંચ દોષ ન લાગે એ રીતે ગોચરી કરીશ. જરા પણ જીવહિંસા ન થાય એવી રીતે ઉપયોગ રાખીને હું
ગોચરી કરીશ. - હું આગમોક્ત વિધિથી જ ઉપકરણ-વસ્ત્રાદિ ગ્રહણ કરીશ, અને વગર મમત્વે
મારી પાસે રાખીશ. – હું મારા ચંચળ મનનું જ્ઞાનદ્રષ્ટિથી સમાધાન કરતો રહીશ, મનને વિશુદ્ધ
બનાવીશ, કાયાથી વિશુદ્ધ સંયમનું પાલન કરવા છતાં દુષ્ટ મન પાપકર્મ બાંધી દે છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિનું બાહ્ય સંયમ જીવન કેવું શ્રેષ્ઠ હતું? છતાં પણ માનસિક હિંસાથી વિરત નહીં રહી શકવાથી એમને સાતમી નરકમાં જવાનાં કર્મ ઉપાર્જિત કરી લીધાં હતાં. એટલા માટે હું માનસિકરૂપે પણ હિંસાના વિચાર નહીં કરું સાવધાન રહીશ.
– હું જીભથી પાપયુક્ત વચન નહીં બોલું, સદાય નિષ્પાપ વચન જ બોલીશ, કારણ કે સાવધવચન (પાપવચન) કોઈ વાર હિંસાનું નિમિત્ત બની શકે છે. બીજા મહાવ્રતની ભાવનાઓ: - હું શ્રમણ બનીને જોરશોરથી હસવું બંધ કરીશ; કારણ કે હસવામાં પણ કોઈક વાર અસત્ય બોલાઈ જાય છે. એટલા માટે હસવામાં પણ અસત્ય ન બોલાઈ
જય એની સાવધાની રાખીશ. - હું સમજી-વિચારીને બોલીશ. વગર વિચાર્યું બોલવાથી કદાચ જૂઠ પણ બોલાઈ
જાય. એથી વેર પણ બંધાઈ જાય. બીજા જીવોના પ્રાણ પણ ચાલ્યા જાય, એટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org