________________
પ્રવચન ૭૮
પ્રાક્ભારા પૃથ્વી પણ કહે છે. સર્વકર્મનો ક્ષય થવાથી આત્મા સહજરૂપથી ઊર્ધ્વગતિ કરીને સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે. ત્યાં જ સ્થિર થઈ જાય છે.
૭૩
પ્રશ્ન ઃ અનાદિકાળથી જીવો મોક્ષમાં જઈ રહ્યા છે. ત્યાં સિદ્ધશિલા ૫૨ સ્થિર થઈ જાય છે.....આજ દિવસ સુધી અનંત આત્માઓ ત્યાં ગયા છે....જગા તો માત્ર ૪૫ લાખ યોજનની જ છે. આટલી નાની જગામાં અનંત આત્માઓ કેવી રીતે રહી શકે ?
ઉત્તર ઃ જે રીતે એક દીપકની જ્યોતિમાં બીજા દીપકની જ્યોતિ ભળી જાય છે. ત્યાં વાસ્તવમાં બંને જ્યોતિઓનું અસ્તિત્વ સ્વતંત્ર હોય છે. છતાં પણ સમાનતાને કારણે મહાજ્યોતિ દેખાય છે. એ રીતે એક સિદ્ધ આત્માની જ્યોતિમાં બીજા સિદ્ધ આત્માની જ્યોતિ મળી જાય છે, છતાં પણ બંને સિદ્ધ આત્માઓનું અસ્તિત્વ સ્વતંત્ર હોય છે, અને એ પણ, સર્વ સિદ્ધ આત્માઓ અરુપી હોવાથી એકબીજાને બાધક નથી બનતા. એટલા માટે એક આકાશભાગમાં અનંતસિદ્ધોનો સમાવેશ થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ઃ
जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का । अनोन्नमजाबाहं चिति सुहो सुपत्ता
જે લોકાન્તમાં, આકાશભાગમાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી અત્યંત મુક્ત બનેલા અનંત સુખપૂર્ણ સિદ્ધ, એકબીજાને અડચણ પહોંચાડ્યા સિવાય સુખપૂર્વક રહે છે.’
વાત સમજયા ને ? તમારે મોક્ષમાં જવું છે ને ? ત્યાં અનંત આત્માઓની સાથે એકરૂપ થઈને રહેવાનું છે...તો પછી અહીં તમારી જગામાં બીજાંનો સમાવેશ કરવો જોઈએ ને ? જેને મોક્ષ પ્રિય છે, ત્યાનું અવસ્થાન પ્રિય છે, તે મહાનુભાવ અહીં સંસારમાં પણ સર્વ જીવોની સાથે અભેદભાવથી રહેવાનું પસંદ ક૨શે ને ? કંઈક વિચારો. સગા માતાપિતાનો પણ ઘરમાં સમાવેશ ન કરનારા ભગત લોકો, મોક્ષની વાતો કરે છે....એમને શરમ પણ નથી આવતી.
ત્યાં સિદ્ધશિલા ૫૨ જે જગાએ તમારું આત્મદ્રવ્ય સ્થિર થશે ત્યાં બીજા આત્માઓ પણ આવશે...ત્યાં જ સ્થિર રહેશે...શું તમે એમને નહીં રહેવા દો ? વિચારો. ત્યાં જઈને ઝઘડો ન કરતાં !
સભામાંથી : જ્યાં સુધી ઝઘડો કરતા રહીશું ત્યાં સુધી ત્યાં જઈ જ નહીં શકીએ.
મહારાજશ્રી : જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી મુક્તિ થવાની જ નથી. એ વાત નિશ્ચિત છે. છતાં પણ મોક્ષે જવાની વાત કરનારાઓ કષાયોનો ત્યાગ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org