________________
૭૨
ગુણસ્થાનકોનું વિભાગીકરણ ઃ મોહનીય કર્મ :
ગુણસ્થાનકોનું વિભાગીકરણ મુખ્યરૂપે મોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષયના માધ્યમથી કરવામાં આવ્યું છે. મોહનીય કર્મની મુખ્ય બે પ્રકૃતિઓ
છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય.
શ્રાવક જીવન : ભાગ ૪
– દર્શનમોહનીય કર્મ આત્માના સમ્યગ્દર્શન ગુણને આવૃત્ત કરે છે. એનાથી આત્મામાં તાત્ત્વિક રુચિ પેદા થતી નથી અને સત્યદર્શન નથી થતું.
ચારિત્રમોહનીય કર્મ આત્માના ચારિત્રગુણને આવૃત્ત કરે છે. આ કર્મના પ્રભાવથી સમ્યગ્દર્શની આત્મા સ્વ-સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ નથી કરી શકતો.
જ્યાં સુધી દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ યા ક્ષય નથી થતો ત્યાં સુધી ચારિત્રમોહનીય કર્મની શક્તિ ઓછી થતી નથી. આ દૃષ્ટિથી ૧ થી ૪ ગુણસ્થાનક દર્શનમોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય પર આધારિત છે. ૫ થી ૭ ગુણસ્થાનક ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમ ઉપર આધારિત છે. ૮ થી ૧૦ ગુણસ્થાનક ચારિત્રમોહનીય કર્મના ઉપશમ યા ક્ષય ઉપર આધારિત છે. ૧૧મું ગુણસ્થાનક ચારિત્રમોહનીયના માત્ર ઉપશમની અપેક્ષાએ છે.
૧૨ થી ૧૪ ગુણસ્થાનક મોહનીય કર્મ આદિ કર્મોના ક્ષય પર આધારિત છે. આત્માઓને એ ગુણસ્થાનકોના ક્રમથી પસાર થવું જ પડે છે. ત્યારે જ તેઓ સિદ્ધબુદ્ધ અને મુક્ત બની શકે છે. આ ક્રમમાં પસાર થતાં સિદ્ધ બનનારા પરંપરગત’ સિદ્ધ કહેવાય છે.
સર્વ સિદ્ધ-બુદ્ધ આત્માઓ શું એક નિશ્ચિત સ્થાનમાં જ રહે છે ? : આપણા દેશમાં આત્મા અને મોક્ષના વિષયમાં ભિન્ન ભિન્ન વિચારધારાઓ પ્રચલિત હતી.
એમાં એક વિચારધારા એવી છે ઃ
જ્યાં આત્માના ક્લેશ (કર્મ)નો ક્ષય થાય છે, ત્યાં જ વિજ્ઞાનરૂપ આત્મા રહે છે. એ આત્માને હવે કોઈ ક્લેશ-આશય-સંસ્કાર નથી હોતા. એટલે તેને ક્યાંય પણ કોઈ તકલીફ પડતી નથી. એ વિજ્ઞાનસ્વરૂપ આત્માને ક્યાંય જવા-આવવાનું હોતું નથી. તેને ગમનનું કોઈ પ્રયોજન હોતું નથી.
આ વિચારધારા ખોટી છે. મેં તમને લોકોને કાલે જ બતાવ્યું હતું કે લોકાન્ત પ૨ ૪૫ લાખ યોજન લાંબી-પહોળી ગોળાકાર સ્ફટિકમય સિદ્ધશિલા છે. એને ઇષત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org