________________
૭૦
શ્રાવક જીવન : ભાગ ૪
સ્વિટ્ઝરલૅન્ડ જઈને આવ્યા. ત્યાં કોઈ સુખ યા આનંદ ન મળ્યો. શું અર્થ સર્યો ત્યાં જવાનો ? એ રીતે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સિદ્ધશિલા પર જાય છે....પરંતુ એ જીવ નથી પામતા સુખ, નથી પામતા આનંદ ! મૂર્છિત અવસ્થામાં જાય છે......અને મૂર્છિત અવસ્થામાં પાછા ફરે છે.
બીજો એક પરિવાર સમ્મેતશિખરજી વગેરે પૂર્વદેશોનાં તીર્થોની યાત્રા કરીને પાછો ફર્યો હતો. મારો પરિચિત પરિવાર હતો. મેં પૂછ્યું : “તમારી તીર્થયાત્રા આનંદથી થઈ હશે ?’
પુરુષે જવાબ આપ્યો : "અમે તો યાત્રામાં પરેશાન થઈ ગયા....’
‘કેવી રીતે ?’ ‘અરે, જે ટ્રાવેલમાં ગયાં હતાં તેણે યાત્રીઓને પરેશાન કરી નાખ્યા. ખાવાપીવાની કોઈ સુવિધા નહીં,....કાર્યક્રમમાં વારંવાર પરિવર્તન, યાત્રીઓ સાથે રોજના ઝઘડા, મજા ન આવી.’
મેં કહ્યું : ‘તીર્થયાત્રામાં - તીર્થસ્થાનોમાં પરમાત્માની પૂજા-સેવા-ભક્તિમાં તો આનંદ આવ્યો હશે ને ?’
મહિલાએ કહ્યું ઃ ‘ગુરુદેવ, હું સાચું બોલું છું, અમે ક્યાંય પણ પરમાત્માની પૂજા કરી નથી ! માત્ર દર્શન કરતાં હતાં. કોઈ કોઈ વાર સાંજે મંદિરમાં આરતી કરી લેતાં હતાં.”
તો દિવસ આખો શું કરતાં હતાં ? ધાર્મિક પુસ્તકનું અધ્યયન કરતાં હતાં ? સામાયિક કરતાં હતાં ?”
મહિલાએ એના પતિની સામે જોયું. તે બંને જણાં મૌન થઈ ગયાં. તેમની એક જ વાત હતી - યાત્રામાં તેમને આનંદ ન આવ્યો. તીર્થોમાં જઈને આવ્યાં, તીર્થપતિ પરમાત્માની પૂજા-ભક્તિ ન કરી...જાપધ્યાન ન કર્યાં...બસ, પર્યટન કરીને આવ્યા, અને એ પણ આનંદ વગર. શું અર્થ રહ્યો તીર્થોમાં જવાનો ?
સિદ્ધિગતિમાં જવાનો મતલબ તો આ છે કે ત્યાં પૂર્ણાનંદ અને પૂર્ણસુખ પામવાનું છે. એટલા માટે દુઃખ તેમજ અશાન્તિના કારણરૂપ કર્મોનો ક્ષય કરીને ત્યાં જવાનું છે. આ રીતે આત્મા મોક્ષમાં જાય છે ત્યારે પરમ સુખ અને પરમાનંદ પામે છે.
તીર્થંકર ભગવંતોએ એટલા માટે કર્મક્ષય કરવાનો આદેશ આપ્યો. કર્મક્ષય કરવાના ઉપાયો બતાવ્યા. કર્મક્ષય થતાં શરીરનો નાશ અને મનનો નાશ સ્વતઃ થઈ જાય છે. કર્મક્ષય થતાં આત્મા આ સંસારમાં નથી રહેતો. તે સિદ્ધિગતિમાં પહોંચી જાય છે.
સભામાંથી મારા વાંચવામાં આવ્યું છે કે સિદ્ધ-બુદ્ધ આત્માઓ નથી સંસારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org