________________
૬૯
પ્રવચન ૭૮ જ રહે છે.
એ રીતે પૂર્ણ સુખ છોડીને દુખપૂર્ણ સંસારમાં પાછા ફરવાની ઈચ્છા કોણ કરશે? જો કે મોક્ષમાં આત્મામાં ઈચ્છા પેદા થવાનો પ્રશ્ન જ રહેતો નથી. મુક્ત આત્માઓ સંસારમાં આવતા નથી, પરંતુ તેમના પૂર્ણ જ્ઞાનમાં સંસાર પ્રત્યક્ષ દેખાય છે, પરંતુ રાગદ્વેષ નથી હોતા. પૂર્ણ જ્ઞાન-દર્શનની આ અસાધારણ વિશેષતા છે. જાણે છે, જુએ છે, પરંતુ રાગદ્વેષ નથી હોતા. રાગદ્વેષરહિત પૂણનિન્દમાં જ આત્મા ત્યાં સ્થિર રહે છે.
આ રીતે મુક્ત આત્માઓની અને મુક્તિની સાત વિશેષતાઓ તમને બતાવી. તે શિવ, અચલ, અરોગી, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિવાળા આત્માઓ હોય છે. સિદ્ધશિલા પર સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવ :
એક આશ્ચર્ય ઉત્પન્ન કરનારી વાત બતાવું છું. આપણે સિદ્ધશિલા પર કેટલીય વાર જઈને આવ્યા છીએ ! કેટલાય જીવ...અનંત જીવ ત્યાં જાય છે, અને આવે છે. સર્વે કર્મબદ્ધ જીવો! પરંતુ એ જીવ ત્યાં સૂક્ષ્મ પૃથ્વીકાય વગેરેના જીવ હોય છે. તેમનું ચૈતન્ય આવૃત્ત થાય છે. તે શિવ...અચલ નથી હોતા. અરોગી અનંત નથી હોતા, અક્ષય, અવ્યાબાધ નથી હોતા. તેઓ કમરહિત, શુદ્ધ સ્વરૂપવાળા નથી હોતા. એ જીવો આ દુનિયામાં પાછા આવે છે. આપણો આત્મા પણ આ રીતે સિદ્ધશિલા પર ગયેલો છે. પરંતુ આ રીતે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. એવા સૂક્ષ્મ જીવો ત્યાં કોઈ સુખ પામતા નથી, આનંદ પામતા નથી, સિદ્ધશિલા પર જવાનો શો અર્થ? કર્મયુક્ત, શરીરમુક્ત બનીને જે આત્માઓ સિદ્ધશિલા ઉપર જાય છે તે જ પરમ સુખ અને પરમાનંદ પામે છે. સારા સ્થાનમાં જવા માત્રથી શું?
એક પરિવાર પરદેશ જઈને આવ્યો હતો. મારી પાસે વંદન કરવા આવ્યો. મે પૂછ્યું ક્યાં જઈ આવ્યા?” ભાઈએ કહ્યું સ્વિટ્ઝરલૅન્ડ ગયા હતા. ત્યાં બે મહિના રહ્યા હતા. મેં પૂછ્યું ત્યાંનું વાતાવરણ સારું હશે. ખૂબ આનંદ આવ્યો હશે ત્યાં?”
એ ભાઈની પત્ની બોલીઃ “શું આનંદ? મને તો ત્યાં જરા પણ આનંદ ન આવ્યો.” કેમ?' એ ભાઈ બોલ્યા: “એને આનંદ કેવી રીતે મળે? આપ એને પૂછો કે એક દિવસ પણ ઝઘડા વગર પસાર કર્યો છે? ગુરુદેવ, એનો ક્રોધ એટલો ભયંકર છે કે....અમને પણ શાન્તિથી રહેવા દેતી નથી.” “તો પછી પરદેશ જવાનો શો અર્થ ?' પૂછ્યું. કશો જ નહીં. બસ, જઈને આવ્યા. બે લાખ રૂપિયા એમ જ ખરચી નાખ્યા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org