________________
પ્રવચન ૭૮
૭૧
રહેતા, નથી મોક્ષમાં રહેતા. સિદ્ધબુદ્ધ આત્માને તેઓ ‘મહાન તત્ત્વ” અથવા “મહાન પુરુષ' કહે છે. એ મહાપુરુષો જગતની ઉન્નતિ માટે હોય છે. એ અભવસ્થ - અમોક્ષસ્થ આત્માઓ ચિંતામણિ રત્નો કરતાં ય અધિક ફળ આપનાર હોય છે.
મહારાજશ્રી મહાનુભાવ, એવું કોઈ પણ આત્મદ્રવ્ય નથી હોઈ શકતું કે જે સંસારમાં ન હોય અને મોક્ષમાંય ન હોય ! સંસાર એટલે કર્મબદ્ધ અવસ્થા અને મોક્ષ એટલે કમરહિત અવસ્થા. આ બે અવસ્થાઓ સિવાય ત્રીજી કોઈ અવસ્થા છે જ નહીં. ત્રીજી અવસ્થાને સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ મળતું નથી. નથી પ્રત્યક્ષ પ્રમાણ, નથી અનુમાન પ્રમાણ, નથી શાસ્ત્રપ્રમાણ. પછી તો જેને જે કલ્પના કરવી હોય તે કરી શકે છે. પ્રમાણ વગરની કલ્પના માન્ય થતી નથી.
સભામાંથી એવું પણ વાંચવામાં આવ્યું છે કે ક્રમથી જ સિદ્ધ થાય એવો નિયમ નથી. “અક્રમ સિદ્ધ” પણ છે. જેમાં લોકો ક્રમથી જ ધનવાન બને છે એવું નથી. રક રાજા બની જાય છે, હરિજન સીધો જ રાષ્ટ્રપતિ પણ બની જાય છે. એ રીતે સંસારી જીવ સીધો મુક્ત બની શકે છે. ક્રમિક આત્મવિકાસ જરૂરી નથી. શું આ માન્યતા સાચી છે?
મહારાજશ્રી : આ માન્યતા ખોટી છે. મુક્તિ ક્રમથી જ થાય છે. એટલા માટે તો “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રમાં પરંપર ગયાણ' વિશેષણ આપવામાં આવ્યું છે. સિદ્ધોનો આત્મા ૧૪ ગુણસ્થાનકોના ક્રમથી જ સિદ્ધ બને છે. ગુણસ્થાનકોનો ક્રમ જાણો છો? એમનાં ૧૪ નામ બતાવું છું – મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, સમ્યગુવૃષ્ટિ, દેશવિરતિ, સવવિરતિ પ્રમત્ત, સર્વવિરતિ અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર, સૂક્ષ્મ સંપરાયણ, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગી કેવલી અને અયોગી કેવલી.
આત્મા અન્ન મુહૂર્તકાલમાં પહેલાથી ૧૪મા સ્થાનકે પહોંચી શકે છે, અને સિદ્ધ બની શકે છે. જે લોકો ગુણસ્થાનકોના માધ્યમથી થનાર આત્મવિકાસ નથી જાણતા, નથી સમજતા એવા લોકોને ભરત ચક્રવર્તી જેવા અપવાદરૂપ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે “જુઓ, ભરત ચક્રવર્તી ગૃહસ્થ હતા.. અને અરીસા ભવનમાં સીધા જ કેવળજ્ઞાની બની ગયા, ત્યાં કયો ક્રમિક વિકાસ હતો? આ છે અક્રમ વિજ્ઞાન.”
સરળ જીવ, અજ્ઞાની લોક આ વાત માની લે છે. ભરત ચક્રવર્તીની અંદર કઈ પ્રક્રિયા થઈ હતી, ભાવપરિવર્તન, ભાવશુદ્ધિ અને ભાવવૃદ્ધિમાં કયો ક્રમ હતો. એ વાત “અક્રમ વિજ્ઞાનની વાત કરનારા નથી જાણતા..! ચૌદ ગુણસ્થાનકોનો ક્રમિક વિકાસ પ્રત્યેક ભવ્ય આત્માનો થાય જ છે, અને મોક્ષ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org