________________
પ્રવચન ૭૭
૬૧
કરવામાં આવે તો આત્મા અધોગમન કેમ ન કરે ?”
આવા કોઈ તર્કને સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રક્રિયામાં રજમાત્ર સ્થાન નથી. વજનરહિત. મુક્તાત્મા અધોગમન કરશે જ નહીં. સર્વજ્ઞ, સર્વદર્શી તીર્થકરોએ આ વાસ્તવિકતાને જોઈને જ - જાણીને જ દુનિયાની સામે પ્રકટ કરી છે. મુક્તાત્મા લોકાન્ત પર અટકી કેમ જાય છે?
પ્રશ્ન : માની લીધું કે મુક્તાત્મા અધોગમન નથી કરતો, ઊર્ધ્વગમન કરે છે. પરંતુ એ લોકાન્ત પર અટકી કેમ જાય છે ? “અલોકમાં કેમ જતો નથી ?
ઉત્તરઃ એનું મુખ્ય કારણ એક જ છે. ગતિમાં સહાયક દ્રવ્ય છે ધમસ્તિકાય.” એ ધમસ્તિકાયનું અસ્તિત્વ લોકાન્ત સુધી જ હોય છે. “અલોકમાં ધમસ્તિકાયનું અસ્તિત્વ જ નથી, એટલા માટે આત્મા લોકાન્ત સુધી જ જાય છે. જેવી રીતે પાણી હોય ત્યાં સુધી જ જહાજ જઈ શકે છે, પાણી હોય ત્યાં સુધી જ માછલી તરી શકે છે.
પ્રશ્ન : અનન્તશક્તિયુક્ત આત્માને ધમસ્તિકાયની સહાયની જરૂર પડે છે ખરી?
ઉત્તર : આ પણ એક નિશ્ચિત ભાવ છે. જડ અને જીવ બંનેની ગતિ અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય તો જોઈએ જ. વિશુદ્ધ આત્મામાં પણ એવી શક્તિ નથી. કે તે ધમસ્તિકાયની સહાય વગર ગતિ કરી શકે. છતાં પણ આ શક્તિની કમીને અશક્તિ માની શકાય નહીં. આ વિશ્વની શાશ્વત્ વ્યવસ્થા છે.
પ્રશ્નઃ ઠીક છે, મુક્ત આત્મા અધોગમન નથી કરતો, લોકાન્તની બહાર પણ જતો નથી. પરંતુ તીરછી (વાંકી) ગતિ તો કરી શકે છે ને? તીરછું જવામાં મુશ્કેલી શું છે?
ઉત્તરઃ ગાડીને (CAR) સીધી દોડાવવા માટે “સ્ટીયરિંગ પકડી જ રાખવાનું હોય છે. પરંતુ ગાડીને ઘુમાવવા માટે - વાળી દેવા માટે (આગળ, પાછળ યા આજુબાજુમાં) સ્ટીયરિંગને ફેરવવું પડે છે. એટલે કે મન અને કાયાની પ્રક્રિયા કરવી પડે છે. એ રીતે આત્માને ચાર દિશાઓમાં જવા માટે મન-વચન અને કાયાના યોગ જોઈએ અને આત્માની ક્રિયા જોઈએ. મુક્ત આત્મામાં આમાંનું કશું હોતું નથી. તિર્યંન્ગમન કરવા માટે ઉપકરણ-સાધન જોઈએ, તે હોતાં જ નથી. એટલા માટે તીરછી ગતિ સંભવિત નથી હોતી. મુક્ત આત્મા ઊર્ધ્વગમન જ કરે છે. ઊર્ધ્વગમનનાં ચાર કારણો :
મુક્ત આત્માના ઊર્ધ્વગમનને સિદ્ધ કરવા માટે ચાર કારણો ધ્યાનથી સાંભળોઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org