________________
પ્રવચન છઠ્ઠ
૫૯
ત્રીજું વિશેષણ આપવામાં આવ્યું છે અવ્યાબાધ. મુક્ત આત્માઓનું સુખ અવ્યાબાધ હોય છે. એના સુખમાં કોઈ બાધા હોતી નથી. કોઈ રુકાવટ હોતી નથી. પીડાનું નામોનિશાન હોતું નથી. કોઈ સંઘર્ષ હોતો નથી. જો અમૂર્ત આકાશને આઘાત પહોંચાડી શકાય તો અમૂર્ત-અરૂપી આત્માને બાધા પહોંચાડી શકાય. કોઈ પણ પ્રકારના દુઃખથી રહિત, કોઈ પણ પ્રકારના મિશ્રણ વગરનું સુખ હોય છે સિદ્ધક્ષેત્રમાં રહેલા અનંત-અનંત સિદ્ધઆત્માઓનું.
સિદ્ધ-મુક્ત આત્માઓમાં પ્રમુખ ત્રણ ગુણ :
આમ તો સિદ્ધ-બુદ્ધ આત્માઓમાં અનંત ગુણ હોય છે. અનંત કર્મોનો નાશ થઈ જતાં આત્માના તમામ-અનંત ગુણો પ્રકટ થાય છે. એક પણ દોષ આત્મામાં રહેતો નથી. આત્માનું મૂળ સ્વરૂપ ગુણમય જ છે. કર્મોને કારણે દોષ પેદા થતા રહે છે. કર્મોનો નાશ થતાં દોષોનો પણ નાશ થાય છે.
ગુણ અનંત હોય છે. એ અનંત ગુણોમાં પ્રમુખ ત્રણ ગુણ હોય છે ઃ ૧. ક્ષાયિક સમ્યક્ત્વ, ૨. કેવળજ્ઞાન અને ૩. કેવળદર્શન. ક્ષાયિક સમ્યક્ત્વ આત્મસ્વરૂપ હોય છે. કેવળજ્ઞાન સાકારોપયોગ સ્વરૂપ હોય છે. અને કેવળ દર્શન નિરાકારોપયોગ સ્વરૂપ હોય છે.
મુક્ત આત્માઓ અહીં સંસારમાં કેમ નથી રહેતા ? :
પ્રશ્ન : એવા ગુણમય આત્માઓ અહીં સંસારમાં શા માટે નથી રહેતા ? લોકાગ્ર ૫૨, સિદ્ધશિલા પર કેમ પહોંચી જાય છે ?
ઉત્તર ઃ જે આત્માનાં સ્થૂળ યા સૂક્ષ્મ સર્વ શરીર નષ્ટ થઈ ચૂક્યાં હોય અને આઠે ય કર્મ નષ્ટ થઈ ગયાં હોય, તેવા આત્માઓ અહીં મનુષ્યલોકમાં રહેતા નથી. આ સિદ્ધાન્ત સાંભળીને યા વાંચીને તત્ત્વાનુપ્રેક્ષા કરનારા માણસના દિલમાં જિજ્ઞાસા પેદા થશે કે ‘એ આત્મા અહીં મનુષ્યલોકમાં કેમ નથી રહેતો ? એ અહીં રહેતો અન્ય જીવોના આધ્યાત્મિક વિકાસમાં આલંબનરૂપ થઈ શકે ને ?’ આ જિજ્ઞાસાનું સમાધાન કરતી વખતે ભગવાન ઉમાસ્વાતીજીએ ત્રણ કારણો જણાવ્યાં છે.
પહેલું કારણ એ છે કે નિષ્કર્મ અને અશરીરી આત્માને અહીં મનુષ્યલોકમાં રહેવાનું કોઈ પ્રયોજન નથી. આત્મા અશરીરી થઈ જતાં બીજા જીવો માટે (શરીરી) પ્રગટ રૂપે તો તે આલંબનરૂપ બની જ ન શકે. સૂક્ષ્મરૂપમાં આલંબન બની શકે છે પરંતુ એ તો સિદ્ધશિલા ૫૨ રહેલા આત્માઓ પણ બની શકે છે !
બીજું કારણ એ છે કે ઃ જ્યારે આત્મા આઠ કર્મોથી મુક્ત બની જાય છે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org