________________
૬૪
અવર્ણનીય સિદ્ધોનું વર્ણન :
વાસ્તવમાં અરૂપી એવા સિદ્ધ ભગવંતોનું વર્ણન કરવું શક્ય જ નથી, છતાં પણ વિશેષ જ્ઞાની પુરુષોએ પોતાની આત્માનુભૂતિથી થોડુંક વર્ણન કર્યું છે. ‘લોકપ્રકાશ–' ગ્રંથમાં કહ્યું છે :
सिद्धा बुद्धा गताः पारं परं पारंगता अपि सर्वामनागतामद्धां तिष्ठन्ति सुखलीलया
શ્રાવક જીવન : ભાગ ૪
સિદ્ધ, બુદ્ધ અને સંસારસાગરને પાર કરનારા સિદ્ધ-મુક્તાત્માઓ પરંપરાથી સમગ્ર ભવિષ્યકાળમાં પણ સુખ તેમજ આનંદમાં રહેશે.
अरूपा अपि प्राप्तरूपप्रकृष्टा, अनंगा स्वयं ये त्वनंग होऽपि । अनन्ताक्षराश्चोज्झिताशेषवर्णाः,
स्तुमस्तान् वचोऽगोचरान् सिद्धाजीवान् ॥
‘લોકપ્રકાશમાં સિદ્ધોના ગુણ ગાતાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ કહ્યું છે : ‘અરૂપી હોવા છતાં પણ સિદ્ધ ભગવંતો ઉત્કૃષ્ટ રૂપવાળા હોય છે. અશરીરી હોવા છતાં કામદેવનો દ્રોહ કરનારા છે. એ રીતે અનન્તાક્ષર હોવા છતાં સર્વવર્ષોથી રહિત છે. એવા અવર્ણનીય સિદ્ધ ભગવંતોની અમે સ્તુતિ કરીએ છીએ.’ ‘આચારાંગ’સૂત્રમાં સિદ્ધોનું વર્ણન ઃ
સ્વયં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધોનું નિષેધાત્મક વર્ણન કર્યું છે. એ વર્તમાન કાળમાં ‘આચારાંગ' સૂત્રમાં મળે છે. તેમણે ગૌતમ સ્વામીને સંબોધિત કરતાં કહ્યું છે કે :
‘હે ગૌતમ સિદ્ધ આત્માઓ દીર્ઘ નથી હોતા હ્રસ્વ નથી હોતા, તેમનો કોઈ આકાર હોતો નથી. તેમનો કોઈ વર્ણ નથી હોતો...એમની કોઈ ગંધ નથી હોતી, એમનો કોઈ રસ નથી હોતો. તેઓ મૃદુ નથી હોતા.. કર્કશ નથી હોતા, ઉષ્ણ નથી હોતા, તેઓ શીત નથી હોતા, સ્નિગ્ધ નથી હોતા, રૂક્ષ નથી હોતા. તેઓ સ્ત્રી નથી હોતા, પુરુષ નથી હોતા, નપુંસક નથી હોતા.’
મોક્ષનો એક અર્થ છે ‘ મહાનન્દ’ એવો મહાનંદ આપણને ક્યારે પ્રાપ્ત થશે....? સદૈવ મુક્તિની પરિભાવના કરતા રહેવાનું છે, કારણ કે એક દૈવસે આપણે ત્યાં જવાનું છે.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org