________________
પ્રવચન ૭૮
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં સર્વાંગીણ માર્ગદર્શન આપ્યું છે. જે કોઈને પણ વાસ્તવિક શ્રાવક જીવન જીવવું છે, તેના માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે.
બાહ્ય ક્રિયા-કલાપોની સાથે ગ્રંથકારે શ્રાવક જીવનની દિનચર્યા પણ બતાવી છે. શ્રાવકના ચિંતન-મનનની દિશા પણ બતાવી છે. તમે કેટલાક દિવસોથી ચિંતનમનનની વાતો સાંભળી રહ્યાં છો. અત્યારે આપણી વાત અપવનિનમ્ ॥' ના વિષયમાં ચાલી રહી છે. મોક્ષનું ચિંતન, મુક્તિનું ચિંતન, મુક્ત આત્માઓના વિષયમાં ચિંતન. આપણા બધા માટે આ ચિંતન આવશ્યક છે. જે કોઈને મુક્તિ મેળવવી હોય એ સર્વ જીવો માટે આ ચિંતન અનિવાર્ય છે.
જેને મુક્તિ નથી જોઈતી, જેને મોક્ષમાં જવાની ઇચ્છા જ પેદા થઈ નથી, તેમને પણ મુક્તિનું જ્ઞાન તો મેળવવું જ જોઈએ. જેમ કે અમારે અમેરિકા જવાનું નથી, છતાં પણ અમેરિકાનું જ્ઞાન તો અમે પણ મેળવ્યું છે. એ દેશ, ત્યાંની પ્રજા, ત્યાંની જીવનપદ્ધતિ ત્યાંનાં સુખદુઃખ....ત્યાંની રાજનીતિ....ઇત્યાદિ વાતોનું જ્ઞાન તો હોવું જોઈએ. એ રીતે મુક્તિ તમારે નથી જોઈતી, કોઈ સવાલ નથી, મુક્તિનું જ્ઞાન તો મેળવી શકો છો !
હું તમને મુક્તિની-મોક્ષની વાતો એક વાર સંભળાવીશ, પણ તમારે વારંવાર ચિંતન-મનન કરવું પડશે. વારંવાર ચિંતન-મનન કરવાથી મુક્તિની સાચી કલ્પના તમે કરી શકશો. સંભવ છે કે ચિંતન કરતાં કરતાં ત્યાં જવાની ઇચ્છા જાગ્રત થઈ જાય !
સિદ્ધિ તેમજ સિદ્ધોની સાત વિશેષતાઓ :
મુક્તિને મોક્ષ કહે છે. એ રીતે ‘સિદ્ધિ’ યા ‘સિદ્ધિગતિ' પણ કહે છે. એ રીતે ત્યાં જે વિશુદ્ધ આત્માઓનું અવસ્થાન છે એ આત્માઓને મુક્ત કહેવાય છે, સિદ્ધ કહેવાય છે, બુદ્ધ કહેવાય છે. આજે હું અહીં ત્યાંની સાત વિશેષતાઓ બતાવવા માગું છું, એ વિશેષતાઓ બંનેની છે - સિદ્ધોની અને સિદ્ધિગતિની. મુક્તિની અને મુક્ત આત્માઓની. કંઈક અપેક્ષાએ સિદ્ધ અને સિદ્ધિગતિમાં અભેદ માનવામાં આવે છે - મુક્ત અને મુક્તિમાં અભેદ માનવામાં આવ્યો છે. એટલા માટે જે વિશેષતા સિદ્ધિગતિની છે તે વિશેષતા સિદ્ધોની પણ છે.
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org