________________
શ્રાવક જીવન : ભાગ ૪ તે નીચે (અહીં મધ્યમલોકમાં) નથી રહી શકતો, કારણ કે એમનો સ્વભાવ જ ઊર્ધ્વગમનનો હોય છે. એક દૃષ્ટાંત દ્વારા આ સમજાવું છું; ધ્યાનથી સાંભળો.
જેમ કે એક તુંબડી ઉપર માટીના આઠ લેપ લગાડવામાં આવે. માટીના આઠ પડ ચડાવવામાં આવે અને પછી તેમને સૂકવીને સાગરમાં નાખવામાં આવે તો એ તુંબડી સાગરના ઊંડાણમાં ડુબી જશે. પાછળથી જેમ જેમ એ માટીનો લેપ ઊતરતા જશે તેમ તેમ તુંબડી ઉપર આવતી જશે. બધા લેપ દૂર થઈ જતાં તે પાણીની સપાટી ઉપર આવી જશે. એ રીતે આત્મા પરનાં આઠ કર્મોનો લેપ દૂર થઈ જતાં આત્મા ચૌદ રાજલોકની ઉપરની છત ઉપર પહોંચી જાય છે. એટલે કે લોકાગ્ર ઉપર ચાલ્યો જાય છે. મનુષ્યલોક યા દેવલોકમાં નથી રહી શકતો.
આત્માની એવી કોઈ ક્રિયા નથી હોતી કે જે ક્રિયાથી મુક્ત આત્માની અહીં મનુષ્યલોકમાં અધિષ્ઠાનની કલ્પના કરી શકાય. ક્રિયા કરવા માટે મન-વચન અને કાયાનો યોગ જોઈએ. મુક્ત આત્માના તો તમામ યોગો નષ્ટ થઈ ગયેલા હોય છે. યોગરહિત આત્માની સ્વાભાવિક ક્રિયા તો કેવળ જ્ઞાનોપયોગ અને કેવળ દર્શનોપયોગ જ હોય છે. આ ક્રિયા માટે સંસારમાં રહેવું જરૂરી નથી. મુક્ત આત્માઓનું અધોગમન કેમ નહીં?
પ્રશ્નઃ કમોંથી મુક્ત અને શરીરથી મુક્ત આત્માઓ નીચે અધોલોકમાં કેમ જતા નથી ?
ઉત્તર એનાં બે કારણો છે ૧. વજનરહિત દશા (Weightless state) ૨. અશક્ય ભાવ (Impossibility)
એક એવો પણ સર્વમાન્ય નિયમ છે કે વજનયુક્ત પદાર્થ સ્વતઃ નીચે જાય છે અને વજનરહિત પદાર્થ સ્વતઃ ઊર્ધ્વગતિ કરે છે. જ્યારે આત્મા શરીરથી મુક્ત થાય છે અને કર્મોથી મુક્ત થાય છે, ત્યારે તે વજનથી પણ મુક્ત થાય છે. વજન હોય છે શરીરનું વજન હોય છે કર્મોનું, દરેક પુદ્ગલ દ્રવ્યમાં વજન હોય છે. શુદ્ધ આત્મદ્રવ્ય વજનરહિત હોય છે. એટલે એની સહજરૂપે ઊર્ધ્વગતિ થાય છે. જે કે ત્રીજા શુક્લધ્યાનમાં એને ધક્કો તો લાગ્યો જ હોય છે, દેહથી મુક્ત થતાં જ તે ઊર્ધ્વગતિ કરે છે.
બીજી વાત છે શક્ય-અશક્ય ભાવોની. કેટલાક ભાવ, કેટલીક વાતો અશક્ય હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનો તર્ક યા તો દલીલને અવકાશ નથી. કોઈ તર્ક કરે કે જેવી રીતે પૂર્વપ્રયોગ ઊર્ધ્વગમન માટે હોય છે એ જ રીતે અધોગમન માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org