________________
પ્રવચન ૭૬
કશું બગાડી શકશે નહીં. સંસાર ઉષ્ણકાલ છે : સંસારને અગિયારમી ઉપમા આપવામાં આવી છે ઉષ્ણકાળની.
तृषार्ताः खिद्यन्ते विषयविवशा यत्र भविनः, करालक्रोधाच्छमसरसि शोषं गतवति । स्मरस्वेदक्लेदग्लपितगुणभेदस्यनुदिनं
भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ॥ સંસાર ગ્રીષ્મકાળ છે, ઉષ્ણકાળ છે, જેવો તેવો ઉષ્ણકાળ નહીં, દુનિયામાં સૌથી વધારે ઉષ્ણતાવાળો ગ્રીષ્મકાળ છે. – પ્રચંડ તાપથી તમામ સરોવરો સુકાઈ ગયાં છે. એ પ્રચંડ તાપ છે ક્રોધનો, અને
એ સરોવરો છે શમ-સમતાનાં. - લોકો પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. પરસેવાને કારણે જીવોનો મેદ ક્ષણેક્ષણે ગળતો રહે છે. આ પરસેવો છે કામરાગનો અને જે મેદ ઓગળે છે એ મેદ
છે ગુણોનો. - વિષય પરવશ જીવોની - ભવ્ય આત્માઓની તરસની કોઈ સીમા નથી. બિચારા
એ જીવો પાણી વગર તરફડતા રહે છે.
એવા સંસારના ઉષ્ણકાળમાં શું ક્યાંય પણ તાપ-પરિતાપને મિટાવનાર કોઈ શરણ મળી શકે છે?
સૂર્યના પ્રચંડ તાપથી બચવા માટેના ઉપાયો તો તમે જાણો છો અને શક્ય ઉપાયો કરો પણ છો. પરંતુ ભવસંસારના પ્રચંડ તાપથી બચવાનું કદી વિચાર્યું છે? – શું ક્રોધનો તાપ લાગે છે? - શું કામરાગથી શરીરમાં પરસેવો છૂટ્યો છે ? - ગુણોનો ક્રમશઃ નાશ થઈ રહ્યો છે તે તમે જાણો છો? - શું કદી શમરસની તરસ લાગે છે? તે તરસ બુઝાવવાનો પ્રયત્ન કર્યો?
સંસારનો આ ગ્રીષ્મકાળ ઋતુઓના શીતકાળમાં પણ તીવ્ર તાપ આપતો રહે
સંસાર મોહની યુદ્ધભૂમિ છે : સંસારને બારમી ઉપમા આપવામાં આવી છે મોહની યુદ્ધભૂમિની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org