________________
પ્રવચન ૭૬
—
તાત્પર્ય એ છે કે સંસારમાં પરિગ્રહ સંજ્ઞા અને મૈથુનસંજ્ઞા - આ બે સંજ્ઞાઓ ખૂબ ભયાનક છે. જે જીવાત્મા આ બે સંજ્ઞાઓને વશ થાય છે તે ઘોર ત્રાસ અને વેદના અનુભવે છે. મૃત્યુ પછી જીવને નરક-તિર્યંચગતિમાં જવું પડે છે.
સભામાંથી ; સંસારમાં સ્ત્રી અને ધન એ બે તત્ત્વો જ મુખ્ય છે.
૪૯
આ વિષવૃક્ષનો પુષ્પ૨સ જે પીએ છે, તેના મનમાં મોટામોટા વિકારો પેદા થાય છે. એ પુષ્પરસ છે નારીના વિલાસ, સ્ત્રીના ભિન્ન ભિન્ન હાવભાવ. આ વિષવૃક્ષનાં ફળોનો આસ્વાદ જે કરે છે તે તો નરકની ઘોર વ્યાધિઓનો શિકાર બની જાય છે. એ ફળ છે નારી-સંભોગ. આવા વિષવૃક્ષ સમાન સંસાર પ્રત્યે થોડોક પણ વિશ્વાસ ન કરવો જોઈએ.
મહારાજશ્રી : એટલા માટે તો સંસારને વિષવૃક્ષની ઉપમા આપીને એ બે તત્ત્વો પ્રત્યે વૈરાગી બનાવવાના છે તમને ! વિરક્ત બનવું જ પડશે, નહીંતર ખૂબ દુઃખી થઈ જશો.
સંસાર વિષમતાઓનું ઘર છે ઃ
સંસારને નવમી ઉપમા આપી છે વિષમતાભર્યા ઘરની.
4
क्वचित्प्राज्यं राज्यं क्वचन
धनलेशोऽप्यसुलभः
क्वचिज्जातिस्फातिः क्वचिदपि च नीचत्वकुयशः । क्वचिल्लावण्य श्रीरतिशयवती कवापि न वपुः स्वरूपवैशम्यं रतिकरमिदं . कस्य नु ભદ્રે ! સંસાર વિષમતાભર્યું ઘર છે; કેવી કેવી વિષમતાઓ છે સંસારમાં !
કોઈની પાસે વિશાળ રાજ્ય સમૃદ્ધિ છે, તો કોઈની પાસે એક પૈસો પણ નથી.
-
---
કોઈ માણસ ઉચ્ચ કુળમાં જન્મ્યો છે, તો કોઈ નીચ કુળથી કલંકિત છે; કોઈ યશસ્વી છે, તો કોઈ અપયશનું પાત્ર છે.
ક્યાંક રૂપનો અતિરેક દેખાય છે, તો ક્યાંક અત્યંત કુરૂપ અને જુગુપ્સિત શરીર જોવા મળે છે.
આવી વિષમતાઓથી આ સંસાર ભર્યોભર્યો છે. આવી વિષમતાઓ જોઈને શું હૃદયમાં સંસાર પ્રત્યે પ્રેમ થશે ? ખુશી થશે ? વાત તમારી પસંદગીની છે.
- ધનસંપત્તિની વિષમતા,
- કુળોની વિષમતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org