________________
૪૮
प्रदीप्तः शोकाग्निस्ततमयशोभस्म परितः स्मशानं संसारस्तदभिरमणीयत्वमिह किम् ॥
શ્રાવક જીવન : ભાગ ૪
આ સંસાર સ્મશાન છે.
સંસારને સ્મશાનની ઉપમા આપતી વખતે ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની કલ્પનામાં એ સમયનાં ભયાનક સ્મશાનો હતાં. આજકાલ તો સ્મશાનો સુધરી ગયાં છે. ભયપ્રદ નથી. પરંતુ સંસાર-સ્મશાન તો એવું ને એવું જ ભયંકર છે, જે અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનું છે. આ સંસાર-સ્મશાનને કોઈ સુધારી શકતું નથી. સંસાર-સ્મશાનમાંથી જે બહાર નીકળવા ઇચ્છે, તે નીકળી શકે છે. ચાલો, હવે સંસાર–સ્મશાનની કલ્પના કરીએ.
સ્મશાનના આકાશમાં ગીધ ઊડી રહ્યાં છે. એ ગીધ છે ક્રોધનાં. સ્મશાનમાં ચંચળ શિયાળવાં દેખાય છે, એ શિયાળવાં છે ‘અરતિ’નાં, ચિત્તઉદ્વિગ્નતાનાં.
સંસારમાં ઘુવડનો કર્ણકટુ અવાજ સંભળાય છે, એ ઘુવડ છે કામવિકાર. સ્મશાનમાં ઠેરઠેર આગ સળગી રહી છે. આ આગ છે શોકની. સ્મશાનમાં ઠેરઠેર ભસ્મના ઢગલા રાખના ઢગલા પડ્યા છે. એ ભસ્મ છે અપયશની. ચારે તરફ ભસ્મના-અપયશના ઢગલા પડ્યા છે. આ છે સંસાર ! ભયાનક સ્મશાન છે.
શું તમને આ સંસાર-સ્મશાનમાં કશું ય ૨મણીય દેખાય છે ? સંસાર વિષવૃક્ષ છે :
સંસારને આઠમી ઉપમા આપી છે વિષવૃક્ષની.
धनाशा यच्छायाप्यतिविषममूर्च्छाप्रदायिनी विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः । कलास्वादो यस्य प्रसरनरकव्याधिनिवहस्तदास्था नो युक्ता भवविषतरावत्र सुधियाम् ॥ સંસાર એક વિષવૃક્ષ છે.
આ વિષવૃક્ષની છાયામાં બેસનારાઓ ખરાબ રીતે મૂતિ થઈ જાય છે. તે છાયા છે ધનાશા. સંપત્તિની અપેક્ષા, તમારા મનમાં ધનાશા પેદા થઈ કે સમજી લેવાનું કે તમે વિષવૃક્ષની છાયામાં બેસી ગયા છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org