________________
૪૬
શ્રાવક જીવન : ભાગ ૪ સભામાંથીઃ સ્વપ્ન પણ એવું આવે તો... મોતનો ચિત્કાર નીકળી જાય. મહારાજશ્રી સંસારને આ રૂપમાં જોવાનો છે. એનાથી ભયભીત રહેવાનું છે. આવા સંસાર ઉપર શું વિશ્વાસ કરી શકાય? રાક્ષસ વિશ્વાસપાત્ર હોતો નથી. એમાં ય સંસાર-રાક્ષસ તો કદીય વિશ્વાસપાત્ર નથી હોતો. સંસાર ભયાનક વન છે? સંસારને પાંચમી ઉપમા આપવામાં આવી છે વનની - અટવીની.
जना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि, प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता । विलुट्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना,
भवाटव्यां नास्यामुचितमहायस्य गमनम् ॥ સંસાર નિર્જન અટવી છે, વન છે.
કેટલાક સાહસિક લોકો, જેમણે ગમે તેમ કરીને કંઈક ધર્મ-ધનની કમાણી કરી અને કોઈ સહાયક વગર, કોઈ ભોમિયા વગર તેઓ સંસાર-વનમાં પસાર થવા લાગ્યા.
કોઈકે એમને કહ્યું: “સદૂગુરની સાથે ચાલો, તેઓ તમારા માર્ગદર્શક બનશે, સહાયક બનશે.” પરંતુ તે લોકો માન્યા નહીં અને સંસાર-વનમાં આગળ વધવા લાગ્યા.
ચાલતાં ચાલતાં રસ્તામાં એક સુંદર કિલ્લો દેખાયો. જોવામાં તે સુંદર હતો પરંતુ ભયાક્રાન્ત હતો. તે કિલ્લો છે સ્ત્રીનું વક્ષસ્થળ....ઉરોજ. તે મુસાફરો એ કિલ્લાની પાસે બેઠા....કિલ્લાનું સૌંદર્ય જોવામાં મગ્ન બન્યા, એટલામાં જ લૂટારા-ભિલ્લ લોકો ત્યાં આવી પહોંચ્યા. બધા જ મુસાફરોને લૂંટી લીધા, નિર્વસ્ત્ર કરી નાખ્યા.
આ લૂટારા છે કામવિકાર ! વિષયવાસનાની તીવ્ર ઉત્તેજના, સ્ત્રીના વક્ષસ્થળ પર પુરુષ મોહિત થયો નથી કે કામવિકારોનો હુમલો થયો નથી. સંસાર-વનમાં આ એક જ ભયપૂર્ણ “સ્પોટ' છે, જગા છે, જ્યાં મોટા મોટા શુરવીરો - વીર પરાક્રમી પુરુષો પણ કારમી હાર ખાઈ બેસે છે.
સદ્ગુરુ વગર, જીવ મુસાફરોને કોણ સમજાવે કે તમે એ કિલ્લાની પાસેથી પસાર થાઓ ત્યારે એની તરફ તમારે નજર જ નાખવાની નહીં. નહીંતર ડાકુઓ તમને લૂટી લેશે. તમારી તમામ સંપત્તિ ડાકુઓ લૂંટી લેશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org