________________
૪૪
શ્રાવક જીવન : ભાગ ૪
આ ચોથા અધ્યાયના બધા શ્લોકો ‘શિખરિણી’ છંદમાં બદ્ધ છે. જો તમે સંસ્કૃત જાણતા હો અને એ શ્લોકોને ગાઓ તો વૈરાગ્યની મસ્તીમાં ડોલી ઊઠશો ! રસપૂર્ણ રચના છે આ. બીજી ઉપમા સાંભળો.
આ સંસા૨-અગ્નિ કેવો પ્રજ્વલિત છે, એની કલ્પના કરો. આ સંસારઅગ્નિમાંથી જે જ્વાળાઓ આકાશમાં જઈ રહી છે એ ભીષણ જ્વાળાઓનું નામ છે પ્રિયા ! ચંચળ સ્ત્રી ! કામવાસનાથી-કામસંતાપથી ચંચળ બનેલી સ્ત્રી સંસારઆગની જ્વાળા છે.
* આગમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. કલ્પનાથી જુઓ એ ધુમાડો છે સ્ત્રીના નયનકટાક્ષ ! જે રીતે નીલકમલની શ્યામ કાન્તિ હોય છે, શ્યામ રંગ હોય છે, એ રીતે સ્ત્રીના કટાક્ષોનો રંગ પણ એવો શ્યામ હોય છે. ધુમાડો કાળો હોય છે ને ? એટલા માટે આ ઉપમા આપવામાં આવી છે.
* ઠીક, તમને અગ્નિમાં અંગારા પણ જોવા મળે છે ને ? સ્ત્રીનાં પ્રત્યેક અંગઉપાંગો અંગારા છે. અંગારાને સ્પર્શ કરીએ તો ? બળો ને ? એ રીતે સ્ત્રીનાં અંગઉપાંગોને સ્પર્શ કરવાથી વાસનાની બળતરા ઉત્પન્ન થાય છે.
* આગમાં રાખ વગેરે જે વિકાર દેખાય છે, તે પાંચ ઇન્દ્રિયોના વિષયો ! આવી સર્વભક્ષી સંસાર આગમાં શું સુખ મળી શકે ? ન મળી શકે. સંસાર કસાઈખાનું છે
:
સંસારને ત્રીજી ઉપમા આપવામાં આવી છે કસાઈખાનાની ! गले दत्त्वा पाशं तनयवनितास्नेहघटितम्, निपीड्यन्ते यत्र प्रकृतिकृपणाः प्राणिपशवः । नितान्तं दुःखार्ता विषम - विषयैर्घातकभटैःर्भव सूनास्थानं तदहह महासाध्वसकरम् ॥ આ સંસાર એક કતલખાનું છે.
જીવ પશુ છે. તેના ગળામાં દોરી બાંધી છે. પુત્ર-પત્ની આદિ સ્વજન-સ્નેહની દોરી બાંધેલી છે. જીવનો સ્વભાવ રંક-દીન થઈ ગયો છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયોને કસાઈની ઉપમા આપવામાં આવી છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયો કસાઈ છે. એ વિષયોને કસાઈના રૂપમાં જુઓ ! એમનાથી દૂર રહો. દૂર રહેવાનો અર્થ છે એ વિષયો પ્રત્યે ન કરો રાગ, ન કરો દ્વેષ, જીવન જીવવા માટે અનિવાર્ય હોય એટલા જ વિષયોનો ઉપભોગ કરવાનો છે. એ પણ અનાસક્ત હૃદયથી કરવાનો છે. રાગદ્વેષ કર્યા વગર કરવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org