________________
( પ્રવચન ૭૫ )
પરમ ઉપકારી, પરમ કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં સવગીણ માર્ગદર્શન આપ્યું છે. બાહ્ય તેમજ આંતરિક જીવન કેવું હોવું જોઈએ, દ્રવ્યાત્મક તેમજ ભાવાત્મક ધર્મ-આરાધના કેવી હોવી જોઈએ એ વિષયમાં રોચક વાતો લખી છે. એમાં વિશેષ રૂપે શ્રાવકની આંતરિક માનસિક-આધ્યાત્મિક સ્થિતિની બાબતમાં તેમણે અદ્ભુત વાતો બતાવી છે.
શ્રાવક ગૃહસ્થ હોય છે. બાહ્ય વ્યાવહારિક જીવનમાં આરંભ-સમારંભ તેમજ અનેક પાપસ્થાનકોનું આચરણ થાય છે, પરંતુ તેની આંતરિક સ્થિતિ વિશિષ્ટ ગુણોથી કેટલી ભવ્ય હોય છે, આંતરિક વિકાસ કેટલો સારો હોય છે - એ વાતો ગ્રંથકારે ખૂબ જ સ્પષ્ટતાથી બતાવી છે. સંસારની નિઃસારતાનું ચિંતન કરો :
રાત્રિના સમયે જ્યારે સંસાર-વ્યવહારનું કોઈ કાર્ય શેષ ન હોય ત્યારે નીરવા શાન્તિની ક્ષણોમાં શ્રાવકે સંસારની ભાવસ્થિતિની અસારતાનું ચિંતન કરવું જોઈએ. તમે લોકો કરો છો ને ?
સભામાંથી અમારી માનસિક દુનિયામાં એવા વિચારો આવતા જ નથી !
મહારાજશ્રી એવા વિચારો કરવા જોઈએ. આવું જ્ઞાન ન હતું ત્યાં સુધી એવું ચિંતન ન કરી શક્યા, હવે તો જ્ઞાન મળ્યું છે ને ? હવે એવું ચિંતન કરો. એનો પ્રત્યક્ષ લાભ તો એ થશે કે તમારી તમામ ચિંતાઓ શાન્ત થઈ જશે. આર્તધ્યાનથી બચી જશો. “ધર્મધ્યાન' કરવાનો અવસર મળશે. આંતરિક વિશદ્ધિ થતી જશે. બીજા ફાલતુ વિચારોમાંથી મુક્તિ મળશે. આવા તો અનેક લાભ છે.
સંસારની નિઃસારતાનું ચિંતન ભિન્નભિન્ન દ્રષ્ટિબિંદુથી કરવાનું છે. સંસાર સમુદ્ર છે :
આજ સંસારનું “સમુદ્રના રૂપમાં ચિંતન કરવાનું છે. અનેક જ્ઞાની પુરુષોએ, અધ્યાત્મમાર્ગના ચિંતકોએ સંસારને સમુદ્રની ઉપમા આપી છે. સંસાર સમુદ્ર છે, સંસાર સાગર છે, સંસાર મહોદધિ છે... આ રીતે અનેક જ્ઞાની પુરુષોએ લખ્યું છે. પરંતુ સંસારને શા માટે સમુદ્રની ઉપમા આપવામાં આવી છે - સંસાર અને સાગરમાં કયા કયા પ્રકારની સમાનતા છે - એ વાત ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ “જ્ઞાનસાર’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org