________________
૩૪
૧૩. સંસારસમુદ્રમાં નાવિકો ઉપર સંકટના પહાડો તૂટી પડે છે.
આ દૃષ્ટિએ સંસાર દારુણ છે અને વિષમતાઓથી ભરેલો છે. હવે એક એક વાત વિસ્તારથી સમજાવું છું. ચિત્તને એકાગ્ર કરીને સાંભળજો અને સમજો.
શ્રાવક જીવન : ભાગ ૪
‘સાચે જ આ સંસાર એક તોફાની સાગર છે.’ આ વિચારને આપણે આપણા હૃદયમાં ભાવિત કરવાનો છે અને તદનુસાર જીવનનો ભાવી કાર્યક્રમ નિશ્ચિત કરવાનો છે. સાગરમાં રહેલો પ્રવાસી એની પાર જવા વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે, નહીં કે એમાં સહેલગાહ કે દિલ બહેલાવવાના પ્રયત્નો કરે છે. એમાં ય પણ સાગર તોફાની હોય તો તેની પાર ઊતરી જવા તેને હંમેશાં ઉતાવળ હોય છે. એટલા માટે આપણો આ સંકલ્પ દૃઢ...દૃઢતર બનાવવો જોઈએ કે મારે સંસારસમુદ્ર પાર કરવો જ છે.’
૧. મધ્યભાગઃ
સમુદ્રનો મધ્યભાગ, વચ્ચોવચનો ભાગ અગાધ હોય છે. એટલે કે એનું તળિયું શોધવા જતાં ય હાથ લાગતું નથી. સંસારનો મધ્યભાગ એટલે કે મનુષ્યની યુવાન અવસ્થા - યૌવનકાળ. સાચે જ એ અગાધ હોય છે. તેનો છેડો પામવો મુશ્કેલ છે. એની યુવાવસ્થાની અગાધતાને સૂર્યાકરણો પણ ભેદવા અસમર્થ છે. મોટા મોટા તરવૈયા પણ આ સમુદ્રની અતળ ગહનતામાં ખોવાઈ જાય છે. તેમનો પત્તો ય લાગતો નથી. મનુષ્યનો યૌવનકાળ અગાધ છે.
૨. તળ-ભાગઃ
સંસારસમુદ્રના તળિયાનો ભાગ કોઈ માટી, પથ્થર યા કાદવનો બનેલો નથી; પરંતુ વજનો બનેલો છે. જીવની અજ્ઞાનતા વજ્ર કરતાં ઓછી નથી. આ સમગ્ર સંસાર અજ્ઞાનતાની ભૂમિ ઉપર ટકેલો છે. એટલે કે સંસારનું મૂળ અજ્ઞાન જ છે. ૩. પર્વતમાળાઓ :
સમુદ્રમાં સ્થળે સ્થળે નાનામોટા પર્વતો હોય છે. ક્યાંક સંપૂર્ણ રીતે તો ક્યાંક અડધા પાણીમાં ડૂબેલા રહે છે. નાવિકગણ આ સમુદ્રી પર્વતો અને ચટ્ટાનોથી સાવધાન રહે છે. જ્યારે સંસારસમુદ્રમાં તો આવી પર્વતમાળાઓ સર્વત્ર વિખરાયેલી પડી છે. જાણો છો એ પર્વત કયા કયા છે ? સંકટ, આપત્તિ, વિપત્તિ, આધિ, વ્યાધિ, દુઃખ, અશાંતિ...આ સર્વે સાંસારિક પર્વતો જ છે ! એક-બે નહીં પરંતુ પૂરી પર્વતમાળા છે. અરવલ્લીની પર્વતમાળાઓ તમે જોઈ છે ? સહ્યાદ્રિની પર્વત શ્રૃંખલાઓનાં કદી દર્શન કર્યાં છે ? આ બધા કરતાંય આ પર્વતમાળાઓ અધિકાધિક દુર્ગમ અને વિકરાળ છે. એ સંસાર સાગરમાં ફેલાયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org