________________
પ્રવચન ૭૫
૩૯
માન્યતાથી વિપરીત માન્યતા ધરાવનારાઓ સાથે તે વાદ-વિવાદ કરતો રહેતો. તે મુનિવરો સાથે પણ વાદ-વિવાદ કરતો હતો. ન તો કોઈનું સાંભળતો, ન તો સમજવાની કોશિશ કરતો હતો. મનની સ્થિરતાને માનવા માટે તે બિલકુલ તૈયાર ન હતો.
નગરમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ. રાજાએ પણ આ વાત સાંભળી. રાજા સ્વયં દર્શનશાસ્ત્રનો જ્ઞાતા હતો. વિદ્વાન હતો. મનને સ્થિર કરવાની વિદ્યા એ જાણતો હતો. તેણે મનોમન એ પ્રસિદ્ધ નાગરિકને બોધપાઠ ભણાવવાનો નિર્ણય કર્યો.
એક દિવસે એ નાગરિક રાજાની જાળમાં ફસાઈ ગયો. રાજાએ એને ફાંસીની સજા જાહેર કરી. સાંભળતાં જ એના પગની પાનીનો પરસેવો ચોટી સુધી આવી ગયો. તે આકુળ-વ્યાકુળ થઈ ગયો. ફાંસીના નામમાત્રથી તે કંપી ઊઠ્યો. તે રાજાને કરગરવા લાગ્યો અને ફાંસીની સજા માફ કરવા માટે વિનંતી કરવા લાગ્યો. રાજાએ કહ્યું : ‘અપરાધીને દંડ દેવો એ રાજાનું કર્તવ્ય છે.’ નાગરિકે કહ્યું : ‘પ્રભુ, જે દંડ દે છે તે ક્ષમા પણ આપી શકે છે.' રાજાએ કંઈક વિચાર કરીને કહ્યું : ‘એક શરતે તને માફી આપી શકાય.’
નાગરિકે કહ્યું : “એક નહીં, મને આપની સો શરતો મંજૂર છે, પરંતુ ફાંસી ન આપો.’
રાજાએ કહ્યું : ‘તેલથી પૂરેપૂરું ભરેલું પાત્ર હાથમાં લઈને નગરનાં હાટ-હવેલી અને બજારોની વચ્ચેથી ચાલતા રાજમહેલમાં સકુશળ પહોંચવું પડશે. જો માર્ગમાં તેલનું એક ટીપું પણ પડ્યું, યા તેલનું પાત્ર સહેજ પણ છલકાયું તો મૃત્યુદંડથી તને કોઈ બચાવી શકશે નહીં. બોલ, આ શરત મંજૂર છે ?’
નાગરિકે શરત સ્વીકારી લીધી. રાજસભા પૂરી થતાં તે નાગરિક પોતાને ઘેર ગયો. એની સાથે સાથે કર્મચારી પણ ગયા. આ બાજુ રાજાએ હાટ-હવેલીઓ અને બજારો સજાવવાનો આદેશ આપી દીધો. નિર્ધારત માર્ગ ઉપર સુંદરીઓને તૈયાર કરવામાં આવી, કલાકારોને તેમની કલા રાજમાર્ગો ૫૨ પ્રદર્શિત કરવાની આજ્ઞા આપવામાં આવી, સમગ્ર નગરનું દૃશ્ય જ બદલાઈ ગયું.
નિર્ધારત સમયે પેલો નાગિરક તેલથી છલોછલ ભરેલું પાત્ર લઈને પોતાના નિવાસસ્થાનેથી નીકળ્યો. રાજાના કર્મચારીઓ એની સાથે ચાલવા લાગ્યા. તે હાટહવેલીઓ અને બજારમાંથી પસાર થાય છે, પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન તેલના પત્ર સિવાય ક્યાંય જતું નથી. દુકાનોની સજાવટ તેનું ધ્યાન ખેંચતી નથી. નાટક વગે કળાઓ એના મનને લલચાવતી નથી. સુંદરીઓનું દેહલાલિત્ય અને નેત્રકટાક્ષો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org