________________
પ્રવચન ૭પ
વીજળીની ચમકદમકમાં જીવ અંજાઈ જાય છે. તોફાન :
મત્સરની આંધી કેટલા જોરશોરથી જીવોને પોતાની ઝપટમાં લઈ લે છે ? ગુણવાન વ્યક્તિ પ્રત્યેના રોષને મત્સર કહે છે. સંસાર સાગરમાં આવાં તોફાનો, આવી આંધીઓ આવતી રહે છે. શું તમે આ મત્સરનું તોફાન કદી જોયું નથી? તમને લોકોને તો મત્સરની આદત પડી ગઈ છે. તેથી તમે એ આંધીની ભયંકરતા. ભીષણતાને સમજી નહીં શકો. પરંતુ ગુણવાન વ્યક્તિ પ્રત્યે તમારા મનમાં શું રોષની ભાવના પેદા નથી થતી? એવા સમયે તમારા મનમાં કેવાં તોફાનો ઊઠે છે? જે આ તોફાનમાં ફસાય છે તેની ગુણસંપત્તિ નષ્ટ થવામાં વાર લાગતી નથી. એ ગુણસંપત્તિથી દૂર-સુદૂર નીકળી જાય છે. ગર્જન-તર્જન :
દ્રોહ-વિદ્રોહનું ગર્જન-તર્જન સંસારસમુદ્રમાં નિરંતર સંભળાય છે. પિતા પુત્રનો દ્રોહ કરે છે તો પુત્રપિતાનો દ્રોહ કરે છે. પ્રજા રાજાનો દ્રોહ કરે છે તો રાજા પ્રજાનો દ્રોહ કરે છે. પત્ની પતિનો દ્રોહ કરતી નજરે પડે છે તો પતિ પત્નીનો દ્રોહ કરતો દ્રષ્ટિગોચર થાય છે. કોઈ વાર શિષ્ય ગુરનો દ્રોહ કરતો નજરે ચડે છે તો ગુર શિષ્યનો દ્રોહ કરતો દેખાય છે. જ્યાં જુઓ ત્યાં દ્રોહની આ પરંપરારૂપ ગર્જન - તર્જન અબાધિત રૂપે ચાલ્યા કરે છે. અવિશ્વાસ અને શંકા-કુશંકાના વાતાવરણમાં સંસાર-સમુદ્રના પ્રવાસીનો દમ ઘૂંટાય છે. મુસાફર :
સંસાર-સાગરમાં અસંખ્ય જીવ...અનંત જીવ વિદ્યમાન છે. પરંતુ મહાસાગરની છાતી ઉપર લહેરાતી નૌકાઓમાં પ્રવાસ કરનારું એક માત્ર પ્રાણી મનુષ્ય છે. આ મનુષ્ય સંસાર-સાગરનો પ્રવાસ કરતાં ખરાબ પરિસ્થિતિઓના ફંદામાં ફસાઈ જાય છે. એમાંથી મોટા ભાગની નૌકાઓ તો પર્વતમાળાઓ સાથે ટકરાઈને સાગરના અતળ ઊંડાણમાં ખોવાઈ જાય છે. બચી ગયેલા માણસો મુસાફરી આગળ ધપાવે છે અને સાગરના મધ્યભાગમાં પ્રજ્વલિત વડવાનલમાં પડીને મરી જાય છે. કેટલાક તો આકાશમાં ઝબકતી વીજળીના પડવાથી ખતમ થઈ જાય છે. કેટલાક તોફાની વિભીષિકામાં પોતાનું સર્વસ્વ ખોઈ બેસે છે. બાકી રહેલા થોડા મુસાફરો કે જેમને ભવસાગરનું યથાર્થ જ્ઞાન છે અને જેઓ જ્ઞાનસમૃદ્ધ છે અને ધીરગંભીર મહાપુરુષોનું અનુસરણ કરે છે, તેઓ બચી જાય છે. ભવસાગરને પાર કરવામાં સફળતા મેળવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org