________________
પ્રવચન ૭૫
ક્યાંક ક્યાંક એ પૂરી રીતે પાણીની નીચે છે, જે સીધા સાદા નાવિકના ધ્યાનમાં કદીય આવતી નથી. જો આ પર્વતમાળાઓ સાથે તમારી જીવનનૈયા ટકરાઈ જાય તો તેના ચૂરેચૂરા થવામાં એક ક્ષણનો ય વિલંબ થતો નથી. એટલા માટે જીવનનૈયાને સાવધાનીપૂર્વક ચલાવવાની છે. ૪, માર્ગ :
આવા સંસારસમુદ્રમાં શું માર્ગ સરળ હોય છે ? ના, આવા ઉબડખાબડ - દુર્ગમ માર્ગ પર ચાલતાં કેટલી સાવધાની રાખવી પડશે, કેટલી સમજદારી અને સંતુલિત વૃત્તિનું અવલંબન લેવું પડશે ? આપણી રજમાત્ર બેપરવાઈ, ચંચળતા, નિદ્રા, આળસ, અથવા વિનોદ સર્વનાશ કરવામાં વાર નહીં લગાડે.
૩૫
આવા વિકટ માર્ગમાં કોઈ અનુભવી પરિપક્વ માર્ગદર્શકનું શરણું લેવું પડશે. એનું અનુસરણ કરવું પડશે, સુયોગ્ય સુકાનીના નેતૃત્વ પર વિશ્વાસ કરવો જ પડશે. ત્યારે જ આપણે સહીસલામત આપણી મંજિલ સુધી પહોંચી શકીશું.
૫. પ્રચંડ વાયુ :
પાંચ ઇન્દ્રિયોના વિષયોની કામનાનો પ્રચંડ વાયુ મહાસાગરમાં પૂરી શક્તિ સાથે તાંડવનૃત્ય કરી રહ્યો છે. કેટલી તૃષ્ણા ? તેની પણ કોઈ હદ હોય છે. ભારે તૃષ્ણાવાળો જીવ જ્યાં-ત્યાં નિરુદ્દેશ્ય ભટકતો રહે છે. વિષયસુખની લાલસાને વશ થઈને જીવ કેવો ઘેરાઈ ગયો છે ? જાણો છો, આ પ્રચંડ વાયુ ક્યાંથી પેદા થાય છે ? પાતાળકળશોથી ! એ જ એનું ઉદ્ગમ સ્થાન છે.
૬. પાતાલકલશ :
સંસાર સાગરમાં ચાર પ્રકારના પાતાળ કલશ વિદ્યમાન છે - ક્રોધ, માન, માયા અને લોભ. એમાંથી પ્રચંડ વાયુ ઉત્પન્ન થાય છે અને સાગરમાં તોફાન પેદા કરે છે.
૭. ભરતી-ઓટ :
મનના વિભિન્ન વિકલ્પોની ભરતી-ઓટ સંસાર સાગરમાં આવતી રહે છે. કષાયોથી વિષયતૃષ્ણા જાગૃત થાય છે અને વિષયતૃષ્ણામાંથી માનસિક વિકલ્પો પેદા થાય છે. જાણો છો માનસિક વિકલ્પોની ભરતી કેટલી જબરજસ્ત હોય છે ? આખા સાગરમાં તોફાન આવી જાય છે. પાણીના તરંગો કિનારાને તોડતા, ભયાનક દૈત્યનું રૂપ ધારણ કરી લે છે. સામાન્ય રીતે સમુદ્રમાં પૂર્ણિમાની રાત્રે જ ભરતી આવે છે, પરંતુ સંસાર સાગરમાં તો નિરંતર ભરતી આવતી રહે છે.
શું તમે કદી ભરતીના સમયે તોફાની સ્વરૂપ ધારણ કરતા સાગરને નજીકથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org