________________
પ્રવચન ૭૫
૩૩ નામના ગ્રંથમાં બતાવી છે. ખૂબ રોચક શૈલીમાં લખ્યું છે.
यस्य गम्भीरमध्यस्याज्ञाानवज्रमयं तलम् । रुद्धा व्यसनशैलोधैः पन्थानो यत्र दुर्गमाः ॥ पातालकलशा यत्र भृतास्तृष्णामहानिलैः । कषायाच्चित्तसंकल्पवेलावृद्धिं वितन्वते ॥ स्मरौर्वाग्निवलत्यन्तर्यत्र स्नेहेन्धनः सदा । यो घोररोगशोकादिमत्स्यकच्छपसंकुलः ॥ ફુદ્ધિમત્સર્વિઘુ – સુવત તૈિઃ | यत्र सांयात्रिको लोकाः पतन्त्युत्पात संकटेः ॥
ज्ञानी तस्माद् भवाम्भोधेर्नित्यो द्विग्नोऽतिदारुणात् । .. तस्य संतरणोपायं सर्वयत्नेन कांक्षति ॥
(મવો –૩ષ્ટ) સંસારને સમુદ્ર કેમ કહેવામાં આવ્યો છે, તેની તેર પ્રકારની સમાનતા અહીં બતાવવામાં આવી છે. પહેલાં તેર સમાનતાઓની યાદી સાંભળી લો, પછી એકએક સમાનતાનું વિવેચન કરીશું. ૧. સંસારસમુદ્રનો મધ્યભાગ અગાધ છે. ૨. સંસારસમુદ્રનું તળિયું અજ્ઞાન-વજનું બનેલું છે. ૩. સંસારસમુદ્રમાં સંકટોના પર્વતો છે. ૪. સંસારસમુદ્રનો માર્ગ વિકટ-વિષમ છે. ૫. સંસારસમુદ્રમાં વિષયાભિલાષાનો પ્રચંડ વાયુ વાય છે. ૬. સંસારસમુદ્રમાં ક્રોધાદિ કષાયોના પાતાળ-કળશો છે. ૭. સંસારસમુદ્રમાં વિકલ્પોની ભરતી આવે છે. ૮. સંસારસમુદ્રમાં રાગયુક્ત ઇંધણથી યુક્ત કંદર્પનો દાવાનળ પ્રજ્વલિત છે. ૯. સંસારસમુદ્રમાં રોગનાં માછલાં અને શોકના કાચબાઓ સ્વચ્છેદ વિહરી
રહ્યાં છે. ૧૦. સંસારસમુદ્ર પર દુબુદ્ધિની વીજળી રહી રહીને ચમકે છે. ૧૧. સંસારસમુદ્ર પર માયા-મત્સરનું ભીષણ તોફાન ઘેરાયેલું છે. ૧૨. સંસારસમુદ્રમાં દ્રોહની ભયંકર ગર્જનાઓ થઈ રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org