________________
પ્રવચન ૭૪
ઘેરી લે છે. કેટલી કરુણતા છવાઈ ગઈ છે સાધકના જીવનમાં ? ઇન્દ્રિયોની સ્વચ્છંદતા, કષાયોની પ્રબળતા, ગારવોની લોલુપતા અને પરીષહ સહન કરવાની કાયરતા એટલી તો દૃઢ થઈ છે કે એને કારણે વૈરાગ્યની ભાવના સ્થિર રહેતી જ નથી.
પાંચ ઇન્દ્રિયોના અનેક પ્રિય-અપ્રિય વિષયોના સંપર્કમાં આવવું જ પડે છે. એ સમયે રાગદ્વેષમાં ન ખેંચાતાં મનને સ્વસ્થ અને વિરક્ત બનાવવું કેટલું કઠિન કાર્ય છે એ તમે લોકો જાણો છો ?
ડગલે પગલે ક્રોધ થઈ જાય છે, અભિમાન પીડા આપે છે, માયા સતાવે છે અને ભોગદશા મજબૂત છે. જાણે કે કષાયોને સહારે જ જીવન જીવી રહ્યા છીએ. આ વિષયમાં આત્મચિંતન કરવું પડશે ત્યારે ખબર પડશે કે આપણી ઉપર કષાયોનું કેવું પ્રભુત્વ છે. આવી સ્થિતિમાં વૈરાગ્યભાવ કેવી રીતે ટકી શકે ? ૨સગા૨વ, ઋદ્ધિગારવ અને શાતાગારવના ગહન કાદવમાં ફસાતા જ જાઓ છો ને ? રસને લીધે કેટલા પ્રબળ રાગદ્વેષ થાય છે ? જાણો છો ને ? ઋદ્ધિ એટલે કે માન-સન્માન ! માન-સન્માન પામવાની કેવી વાસના છે ? આવી મનોદશામાં વૈરાગ્ય જીવંત કેવી રીતે રહેશે ? શાતાગારવ એટલે સુખાકારિતા. કોઈ પણ પ્રતિકૂળતા સહન કરવી નથી, સુખથી જીવવું છે. પછી વૈરાગ્ય-ભાવના વધશે કેવી રીતે ? રાગદ્વેષ જ વધશે ને ?
તમારે અને અમારે પરીષહ સહન કરવા છે ખરા ? ૨૨ પરીષહોમાંથી એક પણ પરીષહ સહન કરવો છે ? પરીષહોને તો તમે દુશ્મન માની બેઠા છો ! પછી વૈરાગ્યની અપૂર્વ મસ્તી આવશે ક્યાંથી ?
સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ જગાડવા માટે અને જાગેલા વૈરાગ્યભાવને ટકાવી રાખવા માટે આ ચાર કામ કરવાં જ પડશે :
૧. ઇન્દ્રિયોનું દમન
૨. કષાયોનું શમન
૩. ગારવોનો ત્યાગ અને
૪. પરીષહોનો સ્વીકાર.
૩૧
સંસારની અસારતાનું ચિંતન હજુ ય આગળ કરવાનું છે, પરંતુ -
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org