________________
પ્રવચન ૭૪
-
अपरिगणितगुणदोषः । पञ्चेन्द्रियबलविकलो रागद्वेषोदेयनिबद्धः ।
।
સંસારમાં ભટકતો જીવાત્મા - (૧) ગુણદોષનો વિચાર નથી કરી શકતો. (૨) પાંચ ઇન્દ્રિયોની શક્તિથી ઉન્મત્ત બને છે અને (૩) રાગદ્વેષના ઉદયથી ઘેરાયેલો હોય છે. આ ત્રણ કારણોથી જીવ સ્વયં દુઃખી થાય છે. સાથે સાથે બીજાંને પણ દુઃખી કરે છે.
૨૯
દુનિયામાં કેવા કેવા માણસો સાથે જિંદગી વિતાવવી પડે છે ? અધિકાંશ લોકો ગુણદોષનો વિચાર કરી જ નથી શકતા. શું હિતકર છે, શું અહિતકર એની પરખ જ નથી હોતી. હિતકારીને અહિતકારી સમજીને હિતકારીનો તિરસ્કાર કરે છે અને અહિતકારીનો સ્વીકાર કરી લે છે. ઉપકારીને અનુપકારી સમજીને તેનો ત્યાગ કરી દે છે અને અનુપકારીનો આદર કરે છે. પિરણામ કેટલું કરુણ આવે છે તે જાણો છો ? તેઓ જાતે તો દુઃખી થાય છે અને બીજાંને પણ દુઃખી કરે છે.
એ રીતે પાંચે ઇન્દ્રિયોની શક્તિનો વૈષયિક સુખોના ભોગ-ઉપભોગમાં અત્યંત વ્યય કરીને શક્તિહીન બનેલા જીવો કેવા દીન-હીન અને પરવશ બની જાય છે, એ શું દુનિયામાં જોવા નથી મળતું ? એમને કોણ સમજાવે ? ઇન્દ્રિયોની ઉન્મત્તતા જીવાત્માની સમજશક્તિને નષ્ટ કરી દે છે. વિષયરસમાં લીન બનેલી ઇન્દ્રિયો પ્રતિપળ જીવાત્માના ભાવપ્રાણોને રૂંધી નાખે છે. અનેકવિધ વૈષયક સુખોના ઉપભોગમાં સશક્ત ઇન્દ્રિયો આત્માની પવિત્રતાને વેરવિખેર કરી નાખે છે. આવા જીવાત્માઓથી ભરેલા આ સંસાર ઉપર શું મમત્વ રાખવું ? શા માટે અનુરાગ ક૨વો ? ગંભીરતાથી વિચારજો.
ત્રીજી વાત છે - રાગદ્વેષે મચાવેલા હાહાકારની. રાગ અને દ્વેષની ભયાનક ચીસોથી આ સંસાર કેટલો બિહામણો લાગે છે ? પ્રત્યેક જીવાત્મા રાગદ્વેષની લોખંડી જંજીરમાં જકડાયેલો છે. એક પળ પણ એવી નથી વીતતી કે જે ક્ષણ રાગથી રંગાયેલી ન હોય અને દ્વેષથી ભડભડતી ન હોય.
રાગી સ્વયં દુઃખી થાય છે અને બીજાંને દુઃખી કરે છે. દ્વેષી સ્વયં અશાંત બને છે અને બીજાંને પણ અશાંત કરે છે. સંસારમાં આ બધું સહજ છે. જો સ્વસ્થ મનથી સંસારનું અવલોકન કરવામાં આવે તો આ સત્ય મળી જાય. સત્ય સમજી લેવામાં આવે તો સંસારની આસક્તિ નહીં રહે.
પરંતુ અજ્ઞાની જીવાત્મા રાગમાં સુખની કલ્પના કરે છે. એમની આ કલ્પના કાચી માટીના મહેલની જેમ તૂટી પડે છે. તેઓ દુઃખના દાવાનળમાં સળગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org