________________
૨૭
પ્રવચન ૭૪ કરૂપ, બેડોળ અને જોવામાં પસંદ નથી આવતો. મનુષ્ય-મનુષ્ય વચ્ચેની આ વિષમતા શું બુદ્ધિમાન માણસને અકળાવી દેતી નથી? આ વિષમતા જોઈને કોની ઉપર રાગ કરવો અને કોની ઉપર દ્વેષ કરવો? વિષમતા જોઈને વૈરાગ્ય જ ઉત્પન્ન થાય છે. વિજ્ઞાનની વિષમતા :
એક બુદ્ધિમાન મનુષ્ય વિશ્વનાં તત્ત્વોનું સૂક્ષ્મ ચિંતન-મનન અને પર્યાલોચન કરીને દુનિયાને નવીનવી ભૌતિક યા આધ્યાત્મિક શોધખોળોથી આશ્ચર્યચકિત કરી દે છે, તો બીજી વ્યક્તિ અજ્ઞાનતાના ગહન અંધકારમાં ભટકતો પોતાની છાયાને પણ નથી ઓળખતો.
એક માણસ પોતાની સ્મૃતિ અને ધારણાની અપાર શક્તિથી હજારો ગ્રંથોને યાદ રાખી શકે છે, તો બીજી વ્યક્તિ પોતાનું નામ પણ ભૂલી જાય છે. જીવ-જીવ વચ્ચે આ કેવી અસહનીય અસમાનતા છે ? આયુષ્યની વિષમતા :
પાંચમી વિષમતા છે - આયુષ્યની! એક જીવાત્માનું આયુષ્ય દીર્ઘ અને બીજાનું અલ્પાયુષ્ય. એક માણસ સો વર્ષ પૂરાં કરે છે જ્યારે બીજો માણસ માતાના પેટમાં જ મરી જાય છે. એક વૃદ્ધાવસ્થામાં જીવન વિતાવે છે તો બીજો જુવાનીમાં જ મોતનો શિકાર થઈ જાય છે. બુદ્ધિશાળીના દયને ચીરી નાખે તેવી વિષમતા આ સંસારમાં છે. તો પછી આવા સંસાર ઉપર મનથી પ્રેમ કેવી રીતે વરસે ? જીવ-જીવ વચ્ચેની જીવનકાળની અસમાનતાનું ચિંતન ભવવૈરાગ્યનું જનક છે. બળની વિષમતા :
આ છે સંસારની છઠ્ઠી વિષમતા. એક મનુષ્ય પાસે અસાધારણ શરીરશક્તિ હોય છે, તો બીજો મનુષ્ય પોતાના શરીરનો બોજ પણ ઉપાડી શકતો નથી. એક માણસ સેંકડો, હજારો શત્રુઓનો સામનો કરી શકે છે, જ્યારે બીજો મનુષ્ય એકાદ શત્રુને ય જીતી શકતો નથી.
મનુષ્ય-મનુષ્ય વચ્ચે બળ-તાકાતની અસમાનતા તો છે જ, દેવ અને મનુષ્ય, મનુષ્ય અને જાનવર, જાનવર અને નારક...ચાર ગતિના જીવોના બળમાં પણ ઘણી વિષમતા હોય છે. જીવોની શારીરિક સમાન નથી હોતી. આ અસમાનતા બુદ્ધિમાન પુરુષો માટે વૈરાગ્યનું કારણ બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org