________________
૨૬
દેશની વિષમતા :
(૧) સર્વપ્રથમ બતાવી છે દેશની વિષમતા. સમગ્ર વિશ્વના તમામ દેશ-પ્રદેશ એક સમાન નથી. એક દેશ ધનધાન્ય અને નદી-સરોવ૨ોથી હર્યોભર્યો હોય છે, સુંદર હોય છે. તો બીજો દેશ દુષ્કાળ, નિર્ધનતા અને પહાડોથી ઘેરાયેલો હોય છે.....દુઃખ પ્રચુર હોય છે. એક દેશમાં પ્રજા શાન્ત, પ્રસન્ન, ઉદાર અને પ્રેમભરી જિંદગીને મજાથી જીવી રહી હોય છે, તો બીજા દેશમાં પ્રજા અશાન્તિ, ક્લેશ, સંકીર્ણતા અને વેરઝેર-વિરોધની ધખધખતી આગમાં શેકાય છે. કેવી વિષમતા છે ધરતીના ભિન્નભિન્ન ભાગોમાં !
શ્રાવક જીવન : ભાગ ૪
રાજસ્થાન જો કાશ્મી૨ને જુએ તો ? ઓરિસાની ગરીબી જો ગુજરાતની નિકતા જુએ તો ? ક્યાં આફ્રિકા અને ક્યાં સ્વિટ્ઝરલેન્ડ ? ક્યાં વિયેટનામ અને ક્યાં જર્મની યા જાપાન ? દેશ દેશ વચ્ચે કેવી વિષમતા હોય છે ? અને જીવાત્માની પસંદગી અનુસાર મનપસંદ દેશમાં જન્મ મળતો નથી.
જીવાત્માનાં શુભ-અશુભ કર્મો સારા-ખોટા દેશમાં જન્મ આપે છે. આજે ભલે તમે સારા દેશમાં હો, પરંતુ હંમેશાં સારા દેશમાં જ જન્મ મળતો રહેશે એવો નિયમ નથી. કોઈ વાર તમારો જન્મ કશ્મીરમાં થાય તો કોઈ વાર આફ્રિકાનાં જંગલોમાં પણ થઈ શકે છે. કોઈ વાર તમે ભારતની પવિત્ર ધરતી ઉપર ઉત્પન્ન થાઓ તો કોઈ વાર હિંસા અને ક્રૂરતાભર્યા ઇજિપ્ત...ઈરાન....ઈરાક યા ઇઝરાયેલમાં પેદા થવું પડે ! દેશો વચ્ચે સમાનતા નથી.
કુલની વિષમતા :
બધા જીવાત્માઓને સમાન - એકસરખા કુળમાં જન્મ મળતો નથી. કોઈ ઉચ્ચ કુળમાં પેદા થાય છે તો કોઈ નીચ સ્તરના કુળમાં જન્મ લે છે. કોઈ ઉચ્ચ-સંભ્રાન્ત કુળમાં ઉત્પન્ન થઈને ખરાબ કાર્યો કરે છે તો કોઈ નીચ ગોત્રમાં જન્મીને પણ ઉત્તમ કાર્યો કરે છે. સંસારની આ અપરિહાર્ય વિષમતા છે. આ વિષમતાને ન તો સામ્યવાદ દૂર કરી શકે છે, કે ન તો સમાજવાદ દૂર કરી શકે છે. જાતિ અને કુળની વિષમતા જોઈને પ્રજ્ઞાવંત પુરુષોને આ સંસાર પ્રત્યે અનુરાગ પેદા થઈ શકતો નથી. દેહની વિષમતા :
ત્રીજી વિષમતા છે દેહની, શરીરની. કોઈની કાયા સાાં લક્ષણોવાળી હોય છે તો કોઈની અપલક્ષણોવાળી ! કોઈનું શરીર સુડોળ, સપ્રમાણ અને મનોહારી હોય છે તો કોઈનું બેડોળ અને કઢંગું હોય છે. શું આ વિષમતા બાવળની શૂળ જેવી વીંધનારી નથી? એક માણસ સુંદર, સુડોળ અને મનગમતો લાગે છે, બીજો માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org