________________
૨૨
શ્રાવક જીવન : ભાગ ૪ રાગદ્વેષની અનાદિકાલીન વાસનાઓ પર મન, વચન અને કાયાથી પ્રહારો કરો. મનથી એવું જ ચિંતન કરો, વચનથી એવું જ બોલો, પાંચ ઇન્દ્રિયોથી એવાં જ કાર્યો કરો કે જેથી રાગ-વાસનાનું વિસર્જન થઈ જાય, અને દ્વેષની સળગતી આગ બુઝાઈ જાય.
આ સંકલ્પ કરો, અવિચળ, અડગ નિર્ણય કરો કે “મારે વૈરાગ્યની ભાવનાઓને વૈરાગ્ય વાસનાઓમાં પરિવર્તિત કરવી છે. મારે વૈરાગ્યભાવને સુદ્રઢ બનાવવો છે.
જ્યાં સુધી આ સંકલ્પ નહીં થાય ત્યાં સુધી તમે એ દિશામાં મન-વચન-કાયાથી પુરુષાર્થ નહીં કરી શકો. પુરુષાર્થમાં જોશ-દ્રઢતા, શીઘતા નહીં આવી શકે. જો આપણે રાગદશાને ખરાબ સમજતા હોઈએ તો તેનાં ભયંકર પરિણામોની કલ્પના પણ આપણને વિચલિત કરી દે છે. એની વિનાશલીલા આપણે આપણી નજરે જોઈ લીધી છે તો પછી આપણે શા માટે એ ચૂડેલ જેવી રાગદશાની નજીકમાં બેસીએ? શા માટે તેના જ સહારે સુખ મેળવવા દોડીએ? અટકી જાઓ. અનંત અનંત જન્મોથી પીડા આપનારી તેમજ આત્માનું નૂર ચૂસનારી આ રાગદશાને હવે તો ખતમ કરવી પડશે. એને માટે જે કોઈ શસ્ત્ર, જે કોઈ અસ્ત્ર મળે એ લઈને આપણે રાગદશા ઉપર હુમલો કરી દેવો જોઈએ. હવે વિચારવાનો સમય નથી. આક્રમણ કરવાની ક્ષણ આવી પહોંચી છે. જેનાથી આ રાગદશાને ખતમ કરી શકીએ તે હથિયાર ઉપાડો અને પૂર્ણ શક્તિથી રાગદશા સામે મોરચો માંડો.
ગભરાઓ નહીં. આપણી અંદર એક અદ્રશ્ય શક્તિ બેઠી છે. એ સદાય આપણી સાથે છે. વૈરાગ્ય ભાવનાને દ્રઢ બનાવવા માટે મનના વિચારોને બદલવા જ પડશે. દરેક પ્રસંગ તેમ જ દરેક ઘટનાનું ચિંતન સંવેગમય તથા નિર્વેદમય વિચારોના માધ્યમથી કરવું પડશે. સંવેગગર્ભિત તેમજ વૈરાગ્યગર્ભિત વિચારોથી વૈરાગ્ય સુદ્રઢ બને છે. એટલા માટે આવા વિચારો કરવાની કોશિશ કરવી પડશે. અર્થાત્ પુનઃપુનઃ સંવેગગર્ભિત અને નિર્વેદગર્ભિત વિચારો કરવા. મોક્ષપ્રતિ પર્વ મવ૩દેવા ' મોક્ષ પ્રત્યે રાગ અને સંસાર પ્રત્યે ઉદ્વેગ! આ બે તત્ત્વોને પોતાના વિચારોનું કેન્દ્રબિંદુ બનાવો. જન્મ, જરા અને મૃત્યુ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન તમારા વૈરાગ્યભાવને વધારે પુષ્ટ કરશે.
કોઈ વાર સંસારની ક્ષણભંગુરતાના ચિંતનમાં ડૂબી જાઓ, તો કોઈક વાર ભીષણ દુઃખદાયી સંસારમાં જીવાત્માની અશરણદશાના વિચારોના ઊંડાણમાં ચાલ્યા જાઓ.
કોઈ વાર આત્માની એકલતાની સ્થિતિના ચિંતનમાં ચાલ્યા જાઓ તો કોઈ વાર સ્વજન-પરિજન અને વૈભવથી આત્માની અલગતાના વિચારોમાં ખોવાઈ જાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org