________________
પ્રવચન ૭૪
કોઈ વાર દરેક જન્મમાં બદલાતા જતા જીવાત્માઓના પારસ્પરિક સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ડૂબી જાઓ તો વળી કોઈક વાર આ ગોરા ગોરા તનની ભીતરની કાલિમાના, કાળીકાળી અવસ્થાઓના વિચારોમાં નિમગ્ન થઈ જાઓ.
કોઈ કોઈ વાર દુઃખદ હિંસા વગેરે આસ્રવોનો કરુણ અંજામ યાદ આવી જાય તો કોઈ વાર આ આસ્રવોના વેગવંતા પ્રવાહોને રોકવાના ઉપાયો મનમાં ચાલતા રહે, કોઈ વાર કર્મોની નિર્જરાનું વિજ્ઞાન ચિત્તને હલાવી નાખે તો વળી કોઈક સમયે ચૌદ રાજલોકરૂપી વિરાટ વિશ્વની લાંબી સફર કરવા ચાલ્યા જાઓ. કોઈ વાર ધર્મના અદ્ભુત પ્રભાવો પર આપણો આત્મા મુગ્ધ બની જાય, તો કોઈ વાર ‘બોધિ’ની દુર્લભતા દિલને ડોલાવી દે. કોઈ વાર મન સિદ્ધશિલાની યાત્રાએ ચાલ્યું જાય અને સિદ્ધશિલા ૫૨ શુદ્ધ-બુદ્ધ અને મુક્ત બનીને બેઠેલા પરમ આત્માઓનો પરિચય કરવા લાગી જાય. આવું કરતા જાઓ. આવું જ વિચારો, આવું જ બોલો. શરીરથી આવું જ આચરણ કરો. પુરુષાર્થ કરો. આખરે એક ને એક દિન સફળતા આપણા ચરણોમાં ઝુકી પડશે જ. વૈરાગ્યના રંગ, વસંતનો એવો સદાબહાર રંગ આવશે કે જે કદીય ફિક્કો નથી પડતો, કદી ઊડી જતો નથી. આવા રંગે આપણી જાતને રંગવાની છે.
સંસાર પ્રત્યે વૈરાગ્ય કેમ હોવો જોઈએ ? :
'संसार निमित्तकं दुःखम् । તમામ દુઃખોનું મૂળ સંસાર છે અને આખો
સંસાર કર્મમય છે. સંસારની એવી એક ઇંચ - એક રજ માત્ર જગા નથી કે જ્યાં જીવાત્મા ન હોય, અને જીવ છે તો કર્મ એને ચોટેલાં છે જ. સંસારની ચાર ગતિમાં પરિભ્રમણશીલ સર્વ જીવ કર્મોથી લિપ્ત છે. એટલા માટે જ સંસાર કર્મમય છે.
૨૩
જ
આવો સંસાર જ સર્વ દુઃખોનું કારણ છે. શારીરિક તેમજ માનસિક - તમામ દુઃખોનું કારણ સંસાર છે. જીવાત્મા નરકમાં જાય છે એટલા માટે જ તેને પરમાધામી દ્વારા અને ક્ષેત્રજનિત ઘોર પીડાનો અનુભવ થાય છે. આપણે નરકમાં નથી, એટલે આપણને આવી કોઈ વેદનાનો અનુભવ થતો નથી. એ રીતે જે જીવાત્માઓ પશુપક્ષીની તિર્યંચાવસ્થામાં છે તેઓ ત્યાંની પીડા અને વેદનાનો અનુભવ કરે છે. એ પીડા માનવોને ભોગવવી પડતી નથી. આમ તો દેવલોકમાં દેવોને પણ અલ્પ માનસિક દુઃખની સંવેદના તો થાય જ છે. આમ સંસારની ચારે ગતિઓમાંથી કોઈ પણ ગતિમાં જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી શારીરિક અને માનસિક દુઃખો તો રહેવાનાં જ. સંસારમાં દુઃખ સાથે જીવવાનું છે.
ચાર ગતિની ગલીઓમાં કદીય સુખ અને શાન્તિ નથી. ક્યાંય દુઃખવિહીન સ્થાન નથી. ગમે ત્યાં જશો, ત્યાં એક નહીં તો બીજું દુઃખ સ્વાગત કરવા તૈયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org